બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / કેમ એકાએક સોનાના ભાવમાં દેખાવા લાગી તેજી? દિવાળી પહેલા આવી શકે છે કિંમતમાં ઉછાળો, જાણો વિગત
Last Updated: 07:59 PM, 16 September 2024
એક બાજુ તહેવારો ચાલુ થઈ ગયા છે તો બીજી તરફ સોનાના ભાવમાં આસમાને પહોંચી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દિવાળી નજીક આવતા જ સોનાના ભાવમાં વધારો થવા લાગ્યો છે. આવી સ્થિતિમાં શું દિવાળી દરમિયાન તમારા ખિસ્સાને ભારે ફટકો પડશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
સોનાના ભાવ વધવા પાછળ ડોલર અને અમેરિકન બેંકો મુખ્ય કારણ છે. ડૉલર સતત નબળો પડી રહ્યો છે. એવી અટકળો છે કે અમેરિકાની સેન્ટ્રલ બેંક એટલે કે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. આ જ કારણ છે કે સોનાની કિંમત અત્યાર સુધીની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. ડૉલરની કિંમતમાં જબરદસ્ત ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં સોનાના ભાવમાં 0.5 ટકાનો વધારો થયો હતો. અમેરિકન ગોલ્ડ ફ્યુચર્સનો ભાવ 0.2 ટકા વધીને $2,615.80 થયો છે. આવી સ્થિતિમાં ચીન, જાપાન, ઈન્ડોનેશિયા, મલેશિયા અને દક્ષિણ કોરિયામાં પણ સોનાના વેપારમાં ઘટાડો નોંધાયો છે.
ડૉલરમાં 0.2 ટકાનો ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં જે લોકો ડોલરનો ઉપયોગ કરતા નથી તેમના માટે સોનું સસ્તું હોવું જોઈએ. પરંતુ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાના સમાચારને કારણે સોનું મોંઘુ થઈ શકે છે. જો અહેવાલોનું માનીએ તો સોનાની કિંમતમાં વધુ વધારો થઈ શકે છે. શક્ય છે કે વર્ષના અંત સુધીમાં સોનાની કિંમત $2700 સુધી પહોંચી શકે. આ સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે.
વધુ વાંચો : ઘરમાં આટલા ગ્રામથી વધારે સોનું હોય તો સરકારી ગાઈડલાઇન વિરુદ્ધ, જાણો કાયદો
આ અઠવાડિયે તમામની નજર ફેડરલ રિઝર્વ પર રહેશે. ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિની બેઠક 17-18 સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો કે વધારા અંગે ચર્ચા થઈ શકે છે. આ પછી બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને બેન્ક ઓફ જાપાન પણ મોટા નિર્ણય લઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.