સોનાના ભાવમાં ઘટાડો યથાવત, આજે ફરી એકવાર ભારતીય બુલિયન માર્કેટમાં આજે સોનાના ભાવમાં થયો ઘટાડો. લગ્ન સિઝન હોવાથી ખરીદદારોને ફાયદો જ ફાયદો
ભારતીય બુલિયન માર્કેટમાં આજનો સોનાનો ભાવ
આજે સોનામાં 310 રુપિયાનો ઘટાડો
ચાંદીમાં 600 રુપિયા વધ્યા
છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. શેરબજારમાં કડાકાની જેમ સોનામાં પણ ભાવ ઘટાડો થયો છે. ત્યારે ફરી એકવાર આજે સોનાના ભાવમાં ચઢ ઉતર જોવા મળી. મહત્વનું છે કે ભારતીય બુલિયન માર્કેટમાં સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર વધઘટ નોંધાઇ. સોમવારે બુલિયન માર્કેટમાં ઘટાડો જ્યારે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે. સોનું આજે 310 રુપિયા સસ્તુ થયુ છે જ્યારે ચાંદીમાં 600 રુપિયાનો વધારો થયો છે.
સોનાના ભાવ ઘટ્યા, ચાંદીમાં વધારો
હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે તેવામાં સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી રહી છે. તેવામાં ભારતીય બુલિયન માર્કેટમાં સોમવારે સોના ચાંદીની કિંમત જાહેર કરવામાં આવી.. જેમાં સોનામાં ઘટાડો જ્યારે ચાંદીની ચમકમાં વધારો થયો છે. મહત્વનું છે કે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે 10 ગ્રામ સોનું 0.60 ટકાના ઘટાડા સાથે 51 હજાર 140 રુપિયા નોંધાયુ જ્યારે બીજી તરફ એક કિલો ચાંદી 1.00 ટકાના વધારા સાથે 60 હજાર 840 રુપિયા પહોંચ્યુ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 50 હજાર 960 રુપિયા નોંધાયો છે. જ્યારે એક કિલો ચાંદી 60 હજાર 620 રુપિયે પહોંચી.
સોનામાં સતત બે દિવસ ભાવમાં ઘટાડો
મહત્વનું છે કે પહેલા સતત બે દિવસ સુધી ભાવમાં ઘટાડો નોંધાયા બાદ 15 મેના રોજ સોના અને ચાંદીના ભાવ સ્થિર હતા. સોનું 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ રૂ. 48,000 અને ચાંદી રૂ. 63,000 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડિંગમાં હતું, જ્યારે આ અગાઉ, 14 મેના રોજ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ રૂ. 400 અને ચાંદી રૂ. 1000 પ્રતિ કિલો ઘટી હતી. જ્યારે 13મેના રોજ શુક્રવારે સોનાના ભાવમાં 100 અને ચાંદીનો ભાવ 1000 પ્રતિ કિલોએ ઘટાડો નોંધાયો હતો.
9 માર્ચે સોનું રૂ. 52,500ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું.
ઉલ્લેખનીય છે કે 1 માર્ચે 22 કેરેટ સોનું 49,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામમાં વેચાયું હતું. જ્યારે 9 માર્ચે તેમાં જબરદસ્ત ઉછાળો આવતા ભાવ 52,500 પર પહોંચ્યા હતા. જે આ વર્ષે અત્યાર સુધીનું સૌથી વધુ ઊંચુ સ્તર છે. જોકે ત્યાર પછી અસ્થિરતા વચ્ચે સોનાના ભાવમાં રૂ. 4200નો ઘટાડો થયો હતો અને પાછલા મહિનાની સરખામણીએ સોનાના ભાવમાં 2100 રુપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.