બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સોનું હવે કાબૂ બહાર, પહેલી વખત ભાવ 87 હજારને પાર, આ ગોલ્ડન કારણો જવાબદાર

બિઝનેસ / સોનું હવે કાબૂ બહાર, પહેલી વખત ભાવ 87 હજારને પાર, આ ગોલ્ડન કારણો જવાબદાર

Last Updated: 09:42 PM, 14 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં સોનાની વાત આવે તો દરેક ભારતીય ખુશ થઈ જાય છે. આ દિવસોમાં સોનામાં ખૂબ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે.  તો ચાલો આના કારણો જાણીએ.

આ દિવસોમાં સોનું પોતાની ચમક બતાવી રહ્યું છે. જ્યારે ભારતમાં સોનાની વાત આવે તો દરેક ભારતીય ખુશ થઈ જાય છે. આ દિવસોમાં સોનામાં ખૂબ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. જ્યારથી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા  છે, ત્યારથી સોનામાં ખૂબ ફેરબદલ થઈ રહી છે.  

Gold-and-Silver-Rates

બેંગલુરુમાં 87000 રૂપિયાને પાર પહોંચ્યું છે. જો ગત અઠવાડિયાથી ચાંદીના ભાવમાં સ્થિરતા નોંધવામાં આવી છે, પરંતુ આજે અહીં ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.  

બેંગલુરુમાં 24 કેરેટ સોનાના ભાવ 87160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરી રહ્યું છે. આ એક દિવસ પહેલા ગોલ્ડ 87050 રૂપિયા 10 ગ્રામ પર વેપાર કરી રહ્યું હતું.

આજે 22 કેરેટ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બેંગલુરુમાં  22 કેરેટ સોનાના ભાવ 79900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ત્યારે એક દિવસ પહેલા 79800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું.

18 કેરેટ સોનાના ભાવમાં તેજી નોંધવામાં આવી રહી છે. આજે બેંગલુરુમાં 18 કેરેટ સોનાના ભાવ 65380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ત્યારે એક દિવસ પહેલા 65290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું.

gold-price_6ZFkbhq

આ કારણોસર સોનાનો ભાવ વધી રહ્યો છે

સોનું મોંઘુ થવાનું એક કારણ એ છે કે ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે.

ફુગાવામાં વધારો પણ સોનાના ભાવને ટેકો આપી રહ્યો છે.

વધતા ભૂ-રાજકીય તણાવને કારણે સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

શેરબજારમાં વધતી જતી અસ્થિરતાને કારણે, લોકો સોનામાં રોકાણ વધારી રહ્યા છે.

MCX પર સોનાના ભાવ

આ સમયે જો MCX પર સોનું 86170 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર વેપાર કરી રહ્યું છે. સવારે 10:58 મિનિટ સુધી MCX પર સોનું 361 રૂપિયાના ઉછાળ સાથે વેપાર કરી રહ્યું છે.

MCX પર ચાંદીના ભાવ

આજે MCX પર ચાંદી 96608 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર વેપાર કરી રહી છે. સવારે 10:58 મિનિટ સુધી MCX પર ચાંદી 1375 રૂપિયાના ઉછાળ સાથે વેપાર કરી રહી છે.

વધુ વાંચો: વિચાર આવતો હશે કે Zepto, BlinkIt, Instamart આટલું ડિસ્કાઉન્ટ કેમ આપે છે? સમજો ખેલ

ગ્લોબલ માર્કેટમાં સોનાનો વેપાર

આ સમયે જો આપણે ધ્યાન આપીએ તો, આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ સવારે 10:59 વાગ્યા સુધી 2,928.93 ડોલર રહ્યો છે. આમાં 12.29 ડોલર નો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ લગભગ 0.42 ટકાનો ઉછાળો છે.

ગ્લોબલ માર્કેટમાં ચાંદીનો વેપાર

આજે, સવારે 10:59 વાગ્યા સુધી ચાંદીનો આંતરરાષ્ટ્રીય ભાવ 32.53 ડોલર છે. આમાં 0.33 ડોલરનો ઉછાળો છે. આ લગભગ 1.05 ટકાનો વધારો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

business gold rate gold price hike
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ