ગ્લોબલ માર્કેટમાં કિંમતો વધવાને કારણે ભારતીય બજારમાં પણ સોના ચાંદીની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો
ભારતીય બજારમાં પણ સોના ચાંદીની કિંમતમાં વધારો
ગ્લોબલ માર્કેટમાં પણ આજે સોના-ચાંદીની કિંમતમાં વધારો જોવા મળ્યો
સોના-ચાંદીની કિંમતોમાં જે કાલે ઘટી હતી એ આજે ફરી વધવા લાગી હતી. આજે ગ્લોબલ માર્કેટમાં કિંમતો વધવાને કારણે ભારતીય બજારમાં પણ સોના ચાંદીની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. સોનાની કિંમત આજે ફરી એક વખત 52 હજાર સુધી પંહોચી હતી. સાથે જ ચાંદીની કિંમતમાં પણ ઘણો વધારો જોવા મળ્યો હતો.
સોનાની કિંમત
મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારે 24-કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત 60 રૂપિયા વધીને 51,897 પ્રતિ 10 ગ્રામ થઈ હતી. અગાઉ 51,843 રૂપિયાના સ્તરે ખુલીને સોનાનો વેપાર શરૂ થયો હતો. સોનાની માંગમાં વધારો થવાને કારણે ટૂંક સમયમાં જ તેની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો. સોનું હાલમાં તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.12 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.
ચાંદીની કિંમત
સોનાની સાથે સાથે આજે સવારે ચાંદી ભાવમાં ચમક જોવા મળી હતી. મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીની કિંમત 165 રૂપિયાથી વધીને 57,830 પ્રતિ કિલોગ્રામ થઇ હતી. ચાંદી 55,776 રૂપિયાના સ્તરે ખુલીને વેપાર શરૂ થયો હતો, જે માંગમાં વધારાને કારણે કિંમત 57,800થી પણ વધી હતી. ચાંદી હાલમાં તેના પાછલા બંધ ભાવથી 0.29 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહી છે.
ગ્લોબલ માર્કેટ
ગ્લોબલ માર્કેટમાં પણ આજે સોનાચાંદીની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત $1,778.78 પ્રતિ ઔંસ પર પહોંચી હતી, જે અગાઉના બંધ ભાવ કરતાં 0.17 ટકા વધારે છે. સોનાની કિંમતમાં વધારા સાથે સાથે ચાંદીની હાજર કિંમત પણ $20.19 પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ હતી, જે અગાઉના બંધ ભાવ કરતાં 0.29 ટકા વધુ છે.
કમોડીટી એક્સપર્ટનું કહેવું છે કે જે રીતે ગ્લોબલ શેર બજાર તૂટી રહ્યું છે એ જોઇને લાગી રહ્યું છે કે આવનાર સમયમાં સોનામાં રોકાણકારોની સંખ્યામાં વધારો થશે. જો કે હાલ બજારમાં જો તમે રોકાણ કર્યું હોય અને તમારા પોર્ટફોલીયોમાં સોનામાં રોકાણ કરેલ છે તો તેને એમ જ રાખો, આવનાર સમયમાં ગ્લોબલ માર્કેટ સાથે ભારતીય માર્કેટમાં પણ સોનાની માંગ વધશે અને કિંમતોમાં ભારે ઉછાળ આવશે.