આ અઠવાડિયે અચાનક સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જેમાં મંગળવારે સૌથી લો રેટ રહ્યો છે.
આ અઠવાડિયે અચાનક સસ્તું થયું સોનુ
મંગળવારે સૌથી લો રેટ
સોનાની કિંમતોમા આ અઠવાડિયે ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા
આ અઠવાડિયે અચાનક સસ્તું થયું સોનુ
ગયા અઠવાડિયે સોનાના ભાવમાં ઘટાડા બાદ આ અઠવાડિયે સોનાની કિંમતોમાઆ ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો. ગયા અઠવાડિયાના મુકાબલે આ અઠવાડિયે સોનાની કિંમતોમા મામૂલી વધારો જોવા મળ્યો છે, પણ સોનાની કિંમતો ગયા ઘણા અઠવાડિયાના મુકાબલે વધારે ઘટી છે. જોકે, અઠવાડિયાના અંત સુધી ગોલ્ડ રેટમાઆ વધારો થયો છે. ભારતીય સર્રાફા બજારમાં શુક્રવારે સોનાની કિંમતો 51,908 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ છે. આ અઠવાડિયે શરૂઆતના દિવસોમાં સોમવારે જ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આ અઠવાડિયે સોનાના ભાવની સ્થિતિ
આ અઠવાડિયે પહેલા દિવસે સોનાના ભાવમા ગયા અઠવાડિયા કરતાં ઘટાડો જોવા મળ્યો હતો. સોનું 51,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ક્લોઝ થયું હતું. મંગળવારે સોનાનો ભાવ 51,430 પ્રતિ 10 ગ્રામ હતો. આ અઠવાડિયે સોનાની કિંમત લો રહી છે.
ગયા અઠવાડિયા સાથે સરખામણી
જો ગયા અઠવાડિયાના ભાવ સાથે સરખામણી કરી તો મંગળવારે ગોલ્ડ 438 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું હતું. ત્યાર બાદ બુધવારે સોનાની કિંમતોમાઆ વધારો જોવા મળ્યો અને કિંમત 51,578 હતી. ગુરુવારે સોનાનો ભાવ 51,958 પર ક્લોઝ થયો હતો અને અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે રેટ 51,908 રહ્યો.