શેર માર્કેટના ઉતાર ચઢાવની વચ્ચે સોનાની કિંમતમાં આજે સામાન્ય તેજી જોવા મળી રહી છે.
સોનાની કિંમતો લગભગ સ્થિર છે
MCX પર ગોલ્ડ ફ્યૂચર્સ 0.15 ટકાની મજબૂતીની સાથે 48,000 રુપિયા પ્રતિ 10 ગ્રામ
ચાંદી 0.73 ટકા એટલે કે 444 રુપિયા પ્રતિ કિલો ગ્રામ તેજ થઈ હતી
વૈશ્વિક વલણને લીધે સોનાની કિંમતો લગભગ સ્થિર છે. MCX પર ગોલ્ડ ફ્યૂચર્સ 0.15 ટકાની મજબૂતીની સાથે 48,000 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ છે. ત્યારે સિલ્વર ફ્યૂચર્સ 0.24 ટકાની મજબૂતીની સાથે 61,665 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહ્યું છે. એક દિવસ પહેલા સોનું 1 ટકા એટલે કે 550 રુપિયા પ્રતિ 10 ગ્રામ મજબૂત થયુ હતુ. ત્યારે ચાંદી 0.73 ટકા એટલે કે 444 રુપિયા પ્રતિ કિલો ગ્રામ તેજ થઈ હતી.
ઓમિક્રોનના મામલા વધવાથી સોનું સ્થિર
વૈશ્વિક બજારોની વાત કરીએ તો દુનિયાભરમાં ઓમીક્રોનના મામલા વધવાના કારણે સોનું 1783.91 ડોલર પર સ્થિર બનેલો છે. રોકાણકાર આ મહિનામાં પોલિસીમેકર્સની બેઠકમાં ફેડની સંપત્તિઓની ખરીદીમાં ઘટાડો તેજ કરવાની આશા રાખી રહ્યા છે. શુક્રવારે જારી યૂએસ ઈમ્પોયમેન્ટ ડેટાથી નવેમ્બરમાં ખાસી અછતની જાણ થઈ રહી છે.
હાજર ચાંદી અને પ્લેટિનમ પણ મજબૂત
અન્ય કિંમતી ધાતુઓમાં હાજર ચાંદી 0.3 ટકા મજબૂતીની સાથે 22.57 ડોલર પ્રતિ ઓંસ, જ્યારે પ્લેટિનિયમ 0.8 ટકા મજબૂત થઈ 939.78 ડોલર થઈ ગઈ છે.
જો ચાંદી 22.42 ડોલરથી નીચે તુટે છે તો 22. 21 ડોલરના સ્તર પર આવી શકે છે
મોઈગોલ્ડ કાર્ટમાં ડાયરેક્ટર વિદિત ગર્ગે કહ્યું કે રોજગારના આંકડા બાદ જોબ માર્કેટમાં થોડીક સમસ્યા સામે આવ્યા અને નવા વાયરસના વધારે ફેલાયાની આશંકાના ચાલતા શુક્રવારે સોના પોતાના નીચલા સ્તરથી લગભગ 20 ડોલક મજબૂત થઈ ગયું હતુ. જો કે ઉપરની તરફનો વધારો મર્યાદિત છે. કેમ, કે ફેડના અધિકારીઓનું આક્રમક રુપ યથાવત છે. આ અઠવાડીએ તેજી માટે 1789-1815 ડોલર પ્રતિ રોધ મળશે. ત્યારે 1767,1754 ડોલર પર સપોર્ટ મળી શકે છે. તેમણે કહ્યું કે જો ચાંદી 22.42 ડોલરથી નીચે તુટે છે તો 22. 21 ડોલરના સ્તર પર આવી શકે છે.