બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / ઓલિમ્પિકમાં ભારતનું 'સુવર્ણ' સપનું રોળાયું, ભાલા ફેંકમાં નીરજને સિલ્વર, પાકિસ્તાનને ગોલ્ડ
Last Updated: 01:35 AM, 9 August 2024
ભારતની જેવલિન થ્રોમાં પણ ગોલ્ડ મેડલની આશા પર પાણી ફરી ગયું છે. નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતી લીધો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર સ્ટાર ભારતીય ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024માં પણ ઈતિહાસ રચ્યો છે. તેણે પેરિસમાં સિલ્વર જીતીને અદભૂત રેકોર્ડ પણ બનાવ્યો છે નીરજે 89.45 મીટરનો થ્રો કરીને સિલ્વર મેડલ જીત્યો છે. નીરજનો આ સિઝનનો આ સર્વશ્રેષ્ઠ થ્રો છે.
ADVERTISEMENT
દરેક ઇવેન્ટમાં સારી શરૂઆત કરનાર નીરજને આ વખતે થોડો આંચકો લાગ્યો હતો. તેનો પહેલો જ થ્રો ફાઉલ થયો હતો.જોકે તેનો થ્રો 86 મીટરથી વધુ હતો, તે ધ્યાનમાં લેવામાં આવ્યો ન હતો. પાકિસ્તાનના અરશદ નદીમનો પહેલો થ્રો પણ ફાઉલ હતો પરંતુ પછીના થ્રોમાં અરશદે 92.97 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ સાથે તેણે નવો ઓલિમ્પિક રેકોર્ડ પણ બનાવ્યો હતો અને ગોલ્ડ પોતાના નામે કર્યો હતો. નીરજે પણ આગલા થ્રોમાં પુનરાગમન કર્યું અને 89.45 મીટર સાથે બીજું સ્થાન મેળવ્યું. નીરજના કૂલ 5 થ્રો ફાઉલ થયા હતા.
ADVERTISEMENT
નીરજ ચોપરાએ ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. વર્તમાન ઓલિમ્પિકમાં ભારતનો આ પાંચમો મેડલ હતો. આ પહેલા ભારતે ચાર મેડલ જીત્યા હતા. જેમાંથી ત્રણ બ્રોન્ઝ શૂટિંગમાં અને એક હોકીમાં આવ્યો હતો. મેન્સ જેવલિન થ્રોની ફાઇનલમાં નીરજે બીજા પ્રયાસમાં 89.45 મીટરનો થ્રો ફેંક્યો હતો. નીરજે સતત બીજી ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે. નીરજ ઓલિમ્પિકમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યા બાદ બીજો મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે.
અરશદ નદીમ ઓલિમ્પિકમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ પાકિસ્તાની એથ્લેટ બન્યો. આ સાથે પાકિસ્તાને 32 વર્ષ બાદ ઓલિમ્પિક મેડલ જીતવામાં સફળતા મેળવી છે. આ પહેલા પાકિસ્તાને 1992 બાર્સેલોના ઓલિમ્પિકમાં મેન્સ હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે ઓલિમ્પિકમાં પાકિસ્તાન માટે વ્યક્તિગત મેડલ જીતનાર માત્ર ત્રીજો ખેલાડી બન્યો હતો.
Ace javelin thrower Neeraj Chopra wins silver medal in men's javelin at #ParisOlympics2024 with the best throw of 89.45 metres. pic.twitter.com/be3T83xNaP
— ANI (@ANI) August 8, 2024
બરાબર 3 વર્ષ પહેલા નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારતના ઈતિહાસમાં એથ્લેટિક્સમાં આ પહેલો મેડલ હતો અને તે પણ સીધો ગોલ્ડ મેડલ. આ પછી નીરજે તેની રમતની દરેક સંભવિત વૈશ્વિક ટુર્નામેન્ટ જીતી, જેમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ડાયમંડ લીગ જેવા મહત્વના ટાઇટલનો સમાવેશ થાય છે.
12.એન્દ્રિયન માર્ડારે (મોલ્ડોવા)- 80.10 મી
વધુ વાંચો : નીરજ ચોપરાના ભાલાની કેટલી છે કિંમત? વજન, લંબાઈ સાથે ખાસિયતો જાણવા જેવી
નીરજ ચોપરાએ 6 ઓગસ્ટે યોજાયેલી ક્વોલિફિકેશનમાં માત્ર એક થ્રો સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય સ્ટારે જોરદાર પ્રદર્શન કર્યું અને પ્રથમ પ્રયાસમાં જ 89.34 મીટરનો થ્રો કર્યો અને ક્વોલિફાય કર્યું. આ નીરજના કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 89.94 મીટરના થ્રો કરતા થોડો ઓછો હતો. ક્વોલિફિકેશન રાઉન્ડના બંને ગ્રુપમાં નીરજનો થ્રો સૌથી દૂર હતો અને તે નંબર-1 હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT