જો તમે પણ સોનામાં રોકાણ કરવા માંગો છો તો આ સમાચાર તમારા કામના છે. હકિકતમાં સરકાર આજે એકવાર ફરી સોનામાં રોકાણ કરવાની તક આપી રહી છે. સરકારી સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22ની આઠમો હપ્તો 29 નવેમ્બરથી ઓપન થઈ રહ્યો છે. સસ્તા સાનાની સ્કીમ 5 દિવસ સબ્સક્રિપ્શન માટે ખુલી રહેશે.
જાણો કેટલી છે કિંમત?
સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના 2021-22 માટે મૂલ્ય મર્યાદા 4791 પ્રતિ ગ્રામ છે. સરકારે આરબીઆઈ સાથે વિચાર વિમર્શ કરી ઓનલાઈન અરજી કરનારા અને ડિજિટલ રીતે ચૂકવણી કરનારા રોકાણકારઓને 50 રુપિયા પ્રતિ ગ્રામની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. આવા રોકાણકારો માટે પ્રતિ ગ્રામ ગોલ્ડની કિંમત 4741 રુપિયા હશે.
3 ડિસેમ્બરે થશે બંધ
આરબીઆઈના જણાવ્યાનુસાર સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના હેઠળ ગોલ્ડ માટે અરજી 29 નવેમ્બરથી 5 દિવસ સુધી આપી શકાય છે. આ યોજના 3 ડિસેમ્બરે બંધ થશે. કહેવાનો મતલબ છે કે તમારી પાસે 3 ડિસેમ્બર સુધી ગોલ્ડ બોન્ડ ખરીદીની તક છે. ગોલ્ડ બોન્ડ્સની મેચ્યોરીટીનો સમય 8 વર્ષનો હોય છે. જો કે રોકાણના 5 વર્ષ બાદ તેને બહાર કાઢી શકાય છે. મેચ્યોરિટી પર મળનારા ગોલ્ડના ભાવ તત્કાલીન ભાવના આધાર પર હોય છે. રોકાણકારઓને વર્ષમાં 2.50 ટકાના દર પર વ્યાજ મળશે. જેની ચૂકવણી વર્ષમાં 2 વાર કરવામાં આવશે.
ગ્રાહકોએ KYCના માપદંડો પુરા કરવાના રહેશે
આની પહેલા સીરીઝ 7 માટે નિર્ગમ મૂલ્ય 47,61 રુપિયા પ્રતિ કિલોગ્રામ હતો. આરબીઆઈ ભારત સરકાર તરફ બોન્ડ જારી કરશે. બોન્ડ ખરીદી માટે પોતાના ગ્રાહકોને KYC સંબંધી માપદંડ એવી રીતે પુરા કરવા પડશે જેમ માર્કેટમાંથી સોનું ખરીદતા સમયે હોય છે. સરકારની સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના નવેમ્બર 2015 માં શરુ કરવામાં આવી હતી.
રોકાણકાર અહીંથી ખરીદી શકે છે બોન્ડ
સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે તમારી પાસે પાનકાર્ડ હોવુ જરૂરી છે. રોકાણકાર આ બોન્ડ ઓનલાઈન પણ ખરીદી શકે છે. તે ઉપરાંત બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, કેટલીક પોસ્ટ ઓફિસ, સિલેક્ટેડ પોસ્ટ ઓફિસો અને NSEતેમજ BSE જેવા સ્ટોક એક્સચેંજથી તમે તેની ખરીદી કરી શકો છો.
2015માં લોન્ચ થઈ હતી સ્કીમ
સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમને નવેમ્બર 2015માં લોન્ચ કરવામાં આવી હતી. આનો હેતુ ફિજિકલ ગોલ્ડની ડિમાન્ડને ઓછી કરવાનો અને ઘરેલું બચતમાંથી જે ભાગનો ઉપયોગ સોનાની ખરીદી માટે કરવામાં આવ્યો છે. તેને નાણા બચલમાં લગાવવાનો હતો.