વૈશ્વિક કિંમતોમાં ઘટાડાની વચ્ચે આજે ભારતમાં સૌનું અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. MCX પર સોના વાયદા 0.85 ટકા ઘટીને 51,391 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયો, જ્યારે ચાંદી વાયદા 1.4 ટકા ઘટીને 67,798 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળ્યો. છેલ્લા સત્રમાં સોનામાં 0.1 ટકાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે ચાંદી સપાટ સ્તર પર બંધ થઇ હતી.
ભારતીય રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે બુધવારના રોજ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આર્થિક સુધારાની શક્યતાથી ઓગસ્ટ 2020ના પહેલા અઠવાડિયામાં ઉચ્ચતર સ્તર પર પહોંચ્યા પછી દેશમાં સોનાની કિંમતમાં ઘટયાં છે.
વૈશ્વિક માર્કેટમાં આટલો રહ્યો ભાવ
વૈશ્વિક માર્કેટમાં મજબૂત અમેરિકી ડોલરના કારણે આજે સોનાની કિંમતમાં ઘટાડો આવ્યો. પરંતુ ફેડરલ રિઝર્વ દ્વારા થોડા આગામી વર્ષો સુધી શૂન્યની પાસે વ્યાજ દર રાખવાના નિર્ણયથી અને વૈશ્વિક આર્થિક સુધાર પર ચિંતાઓના કારણે નિચેના સ્તર પર સોનાને સમર્થન મળ્યું.
છેલ્લા સત્રમાં અંદાજે બે અઠવાડિયામાં ઉચ્ચ સ્તર 1,973.16 ડોલરના સ્તર પછી આજરોજ સોનું 0.3 ટકા ઘટીને 1,954.42 ડોલર પ્રતિ ઔંસ થઇ ગયું. જ્યારે બીજી ધાતુઓમાં ચાંદી 0.8 ટકા ઘટીને 27 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઇ જ્યારે પ્લેટિનમ 0.9 ટકા ઘટીને 959.58 ડોલર પ્રતિ જોવા મળ્યો.
ડોલરનો ઇન્ડેક્સ પોતાના સ્પર્ધકોના મુકાબલે 0.4 ટકા વધી ગયો, જેનાથી અન્ય મુદ્રાઓના ધારકો માટે સોનું વધારે મોંઘુ થયું. ફેડરલ રિઝર્વના નીતિ નિર્માતાઓએ સંકેત આફ્યો કે અળ્પાકિલક વ્યાજ દર સંભવતઃ ઓછામાં ઓછું 2023 અથવા તેના કરતા લાંબા સમય સુધી શૂન્ય રહેશે.
દુનિયાના સૌથી મોટા ગોલ્ડ-સમર્થિત એક્સચેંજ-ટ્રેડેડ ફંડ, એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટે કહ્યું કે 31 જૂલાઇ પછી તેનું હોલ્ડિંગ 0.42 ન ગિરકર 1247.569 ટન રહ્યું.