બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Gold and silver prices hike on consequent second day

ભાવ / સતત બીજા દિવસે સોનું-ચાંદી થયું મોંઘું, જાણો કેટલે પહોંચ્યો ભાવ?

Shalin

Last Updated: 11:00 PM, 14 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંતરરાષ્ટ્રીય બજારોમાં સામાન્ય તેજી બાદ શુક્રવારે સતત બીજા દિવસે સોનાની કિંમતમાં વધારો થયો છે. આજે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. જો કે પાછલા દિવસોની સરખામણીમાં આ ભાવ વધારો ખૂબ મામૂલી છે. સોના ચાંદીને લઇને આનારરાષ્ટ્રીય બજારોમાં ફરીથી સામાન્ય વ્યાપાર જોવા મળી રહ્યો છે.

  • શુક્રવારે સતત બીજા દિવસે સોનાની કિંમતમાં વધારો થયો છે 
  • આજે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે
  • રૂપિયો કમજોર થવાથી વધી કિંમત 

નવા સોનાના ભાવ (14 ફેબ્રુઆરી 2020 ના સોનાના ભાવ) 

શુક્રવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ રૂ. 70 નો વધારો થયો છે. આ પહેલા ગુરુવારે 10 ગ્રામ દીઠ રૂ .266 નો વધારો થયો હતો. આજના વધારા પછી સોનાનો નવો ભાવ પ્રતિ 10 ગ્રામ 41,481 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે.

ચાંદીના નવા ભાવ (14 ફેબ્રુઆરી 2020 ના રોજ ચાંદીના ભાવ) 

ચાંદીના ભાવની વાત કરીએ તો આજે તેમાં પ્રતિ કિલો રૂ .147 નો વધારો થયો છે. આજના વધારા પછી એક કિલો ચાંદીનો નવો ભાવ 47,036 રૂપિયા પર પહોંચી ગયો છે. ગુરુવારે તે 46,889 રૂપિયા પ્રતિ કિલો હતું.

આંતરરાષ્ટ્રીય બજારમાં કયા ભાવ છે

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીની વાત કરવામાં આવે તો તેમાં સામાન્ય વ્યાપાર જોવા મળી રહ્યો છે. શુક્રવારે સોનાનો વૈશ્વિક ભાવ 1,575.80 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીનો ભાવ 17.69 ડોલર પ્રતિ ઔંસ છે.

રૂપિયો કમજોર થવાથી વધી કિંમત 

આજે બંને કિંમતી ધાતુઓના ભાવમાં વધારા પર HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે જણાવ્યું હતું કે ડોલર સામે રૂપિયામાં નબળાઇને કારણે આજે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. તેમણે જણાવ્યું કે આજે ડોલર સામે રૂપિયો 2 પૈસા તૂટીને 71.33 પર પહોંચી ગયો છે. જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં કારોબાર સામાન્ય હોવાને કારણે આજે સોના-ચાંદીના ભાવમાં કોઈ ખાસ વધારો થયો નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Gold silver gold prices hdfc silver prices ચાંદીના ભાવ સોનાના ભાવ સોનું ચાંદી Prices
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ