બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:35 PM, 27 May 2024
આ અઠવાડીયાની શરુઆતમાં સોમવારે સોનાના ભાવમાં તેજી જોવા મળી. ગત અઠવાડીયે સોનાના ભાવ ગગડ્યા હતા. જેમાં બુધ,ગુરુ, શુક્રના રોજ ભાવ ઘટ્યા હતા. ગયા અઠવાડીયે છેલ્લે 71,577 રૂપિયા પર સોનું બંધ થયું હતું. સોમવારે તેજી સાથે 71,595 રૂપિયા પર ખૂલ્યું હતું. વૈશ્વિક બજારમાં પણ અત્યારે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વિશ્વ બજારમાં પણ સોનું તેજીમાં જોવા મળી. કોમેક્સ પર 12.70 ડોલરની વૃદ્ધિ સાથે 2369.60 ડોલર પ્રતિ ઔંસે કારોબાર કરતા જોવા મળ્યું. હાજર ભાવ 11.06 ડોલરની વૃદ્ધિ સાથે 2344.89 ડોલર પ્રતિ ઔંસે કારોબાર કરતા જોવા મળ્યું.
ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. MCX એક્ષચેન્જ પર સોમવારે તેજી સાથે 91744 રૂપિયા પ્રતિ કિલો ગ્રામ પર કારોબાર કરતી જોવા મળી.
વિશ્વ માર્કેટમાં ચાંદીનો ભાવ ઉછળતો જોવા મળ્યો. કોમેક્ષ પર 0.51 ડોલરની વૃદ્ધિ સાથે 31.01 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરતી જોવા મળી. હાજર ભાવમાં 0.53 ડોલરની તેજી સાથે 30.79 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરતી જોવા મળી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.