બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:26 PM, 5 November 2024
દિવાળીના તહેવારની આસપાસ વિશ્વભરના બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે વધઘટ જોવા મળી હતી. દિવાળી પહેલા સોના-ચાંદીની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો હતો પણ તહેવાર બાદ સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડ રેલી પર બ્રેક લાગી રહી છે.
ADVERTISEMENT
સ્થાનિક બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આજે સોનું MCX પર 0.18 ટકા અથવા રૂ. 138 ઘટીને રૂ. 78,284 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. વૈશ્વિક સ્તરે પણ મંગળવારે સવારે સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
આ સિવાય આજે ચાંદીની કિંમત 1000 રૂપિયા ઘટીને 96,000 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. જણાવી દઈએ કે 23 ઓક્ટોબરના રોજ ચાંદી ઓલ ટાઈમ હાઇ રૂ. 1.04 લાખ સુધી પહોંચી હતી. દિવાળી પછી છેલ્લા 5 દિવસમાં ચાંદી 4000 રૂપિયા સસ્તું થયું છે.
સ્થાનિક બજારની જેમ વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે સોનાની કિંમતમાં થોડો ઘટાડો થયો છે અને તે ઘટીને $2743 પ્રતિ ઔંસ થઈ ગયો છે. ચાંદીની કિંમત પણ 32.50 ડૉલર પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ થઈ રહી છે.
બુલિયન માર્કેટમાં દિવાળી પછી સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. દેશભરમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની સ્થિતિ અને બીજા ઘણા પરિબળોનો સમાવેશ થાય છે. જ્યારે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ વધે છે ત્યારે તેની અસર ભારતીય બજાર પર પણ પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.