gold and silver price today 25 october 2021 ibjarates gold purity rates hike before diwali gold silver
Diwali 2021 /
સોનું ખરીદવા ના હોય તો ઉતાવળ રાખજો, દિવાળી પહેલા થઈ શકે છે મોંઘુ, જાણી લો આજના ભાવ
Team VTV05:24 PM, 25 Oct 21
| Updated: 05:28 PM, 25 Oct 21
ભારતીય સરાફા બજારમાં સોના-ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. તહેવારોની સીઝનમાં ગોલ્ડ-સિલ્વર બન્નેના ભાવમાં વધારો થયો છે.
દિવાળી પહેલા વધ્યા સોનાના ભાવ
સોનાના ભાવમાં 243 રૂપિયાનો વધારો
સોના-ચાંદીની કિંમતોમાં તેજી
દિવાળી પહેલા ભારતીય સરાફા બજારમાં સતત ઉછાળો જોવા મળ્યો છે. ગયા અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસના મુકાબલે એટલે કે 25 ઓક્ટોબરની સવારે સોના અને ચાંદી બન્નેના ભાવમાં વધારો થયો છે. દેશભરમાં ધનતેરસના અવરસ પર આભૂષણ ખરીદવાનો રિવાજ પણ છે. એવામાં નિષ્ણાંતોના અનુસાર, ધનતેરસ સુધી સોના-ચાંદીની કિંમતોમાં વધારાનો સિલસિલો સતત જોવા મળી રહ્યો છે.
સોનાના ભાવમાં 243 રૂપિયાનો વધારો
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશને જણાવ્યા અનુસાર, આજે એટલે કે 25 ઓક્ટોબરે સવારે 999 શુદ્ધતા વાળા 24 કેરેટ સોનાના ભાવમાં 243 રૂપિયા વધારો જોવા મળ્યો હતો. તેની સાથે જ 24 કેરેટ સોનાના રેટ વધીને 48048 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. ત્યાં જ ચાંદીના ભાવમાં 438 રૂપિયા ઉછાળ આવ્યો છે. ચાંદી આજ સવારે મોંઘુ થઈને 65777 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું છે.
જણાવી દઈએ કે ગયા અઠવાડિયે છેલ્લા કારોબારી દિવસ એટલે કે શુક્રવારે સોના-ચાંદીના રેટમાં સવારના મુકાબલે સાંજે ઉછાળ જોવા મળ્યો હતો. જ્યાં 999 શુદ્ધતા વાળા 24 કેરેટ સોનાના ભાવ 48048 પર બંધ થયા હતો. ત્યાં જ 999 શુદ્ધતા વાળા ચાંદીના ભાવ વધીને 65294 રૂપિયા પ્રતિકિલો નોંધવામાં આવ્યા હતા.
સોનું (પ્રતિ 10 ગ્રામ)
શુદ્ધતા
સોમવાર સવારના ભાવ
સોનું
999
48048
સોનું
995
47856
સોનું
916
44012
સોનું
750
36036
સોનું
585
28108
ચાંદી (પ્રતિ કિલો)
999
65777
આ રીતે કરવામાં આવે છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની શુદ્ધતા માપવાની એક રીત હોય છે. તેમાં હોલમાર્કથી મોડાયેલા ઘણા પ્રકારના નિશાન જોવા મળ્યા છે. આ નિશાનોના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતા ઓળખી શકાય છે. તેમાંથી એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે.
22 કેરેટની જ્વેલરી હશે તો તેમાં 916 લખેલું હશે
21 કેરેટની જ્વેલરી પર 875 લખેલુ હશે
18 કેરેટની જ્વેલરી પર 750 લખેલું હશે
14 કેરેટની જ્વેલરી હશે તો તેમાં 585 લખેલું હશે.
IBJA શનિવાર-રવિવાર અને જાહેર રજાઓને થોડીને દરરોજ સોના-ચાંદીના ભાવ જાહેર કરવામાં આવે છે. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ રેટ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. થોડા જ દિવસમાં એસએમએસ દ્વારા રેટ્સ મળી જસે. તે ઉપરાંત સતત અપડેટ્સની જાણકારી માટે www.ibja.co અથવા ibjarates.com પર જોઈ શકો છો.