સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસમાં આદિવાસી યુવક/યુવતીઓ આપનું આ માધ્યમથી કરશે મનોરંજન
કેવડિયામાં રેડિયોના ટ્રાયલ રનની શરૂઆત
સ્થાનિક આદિવાસી યુવાનો બન્યા રેડિયો જોકી
આદિવાસી યુવાનોમાં જોવા મળ્યો ઉત્સાહ
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસે હાલ ગુજરાત સહિત દેશના સહેલાણીઓ ઊમટી રહ્યા છે. કેવડિયા ખાતે તો સરદાર પટેલની ઉચામાં ઊચી પ્રતિમા સિવાય અનેક એવા આકર્ષણો ઊભા કરાયા છે જેથી કેવડીયા આવી રહેલા લોકો મનભરી પ્રવાસને માણી શકે પણ અત્યાર સુધી ફરિયાદ હતી કેવડીયા સુધી જવું એ થોડું કંટાળાજનક હતું કારણ કે રેડિયોની લો ફિક્વન્સીને લીધે ગીત સંગીતની મજા લોકો લઈ શકતા ન હતા. અને આથી જ હવે કેવડીયા પ્રવાસને વધુ આનંદદાયક બનાવવા પ્રશાસન દ્વારા રેડિયો યુનિટી 90 FM શરૂઆત કરવામાં આવી છે. જેથી તમારી સફર દરમિયાન તમે ઝૂમી ઊઠશો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી જતાં રેડિયો યુનિટી 90 FMની મજા
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ ને હવે રસ્તા માં બોર નહિ થવું પડે બિલકુલ કારણકે હવે તમને વડોદરા અમદાવાદ ની જેમ કેવડિયા માં પણ સાંભળવા મળશે FM રેડીઓ. તમે માત્ર કાર કે મોબાઈલ માં FM ઓન કરી 90 ફીકોન્સી નાખો એટલે ગીતસંગીત સાથે તમને સાંભળવા મળશે સ્ટેચ્યુ ઓફ યુનિટી માહિતી પણ. જે કેવડિયામાં આજથી રેડિયો યુનિટી 90 FMનું સોફ્ટ લોંચિંગ થયુ છે,હાલમાં કેવડિયામાં રેડિયોના ટ્રાયલ રનની શરૂઆત કરવામાં આવી છે. પણ ટ્રાયલ રનમાં ત્યાં સ્થાનિકો એટલે કે આદિવાસી બાળકોને પ્રથમ મોકો અપાયો છે.
આદિવાસી યુવક/યુવતી બન્યા રેડિયો જૉકી
જેમાં રેડિયો જોકી તરીકે સ્થાનિક આદિવાસી યુવક અને યુવતીઓ કામ કરશે. આ અંગે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સત્તામંડળનાં ચેરમેન અને ઉદ્યોગ,ખાણ અને ખનીજ વિભાગના અધિક મુખ્ય સચિવ અને વહીવટી સંચાલક ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, રેડિયો યુનિટી એ વાતનું પ્રતિક છે કે, આદિવાસીઓમાં અસિમિત શક્તિ છે, જે અંગે વડાપ્રધાનને વિશ્વાસ છે. કેવડિયામાં ગાઇડ આજે સંસ્કૃત પણ બોલે છે અને આ તમામ કાશીમાં જઇને સંસ્કૃતની તાલીમ આપવામાં આવી છે.આ FM રેડીઓ પર માત્ર હિન્દી નહિ પરંતુ સંસ્કૃતમાં તમામ માહિતી સાંભળી શકાશે.
જંગલ સફારીમાં સફેદ વાઘણ આકર્ષિત કરશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી જતાં રેડિયો યુનિટી 90 FMની સુવિધા ઉપરાંત નર્મદામાં કેવડિયાની જંગલ સફારીમાં નવા આકર્ષણનો ઉમેરો થયો છે. કેવડિયાની જંગલ સફારીમાં સફેદ વાઘણને લાવવામાં આવી છે. હવે જંગલ સફારીમાં સફેદ વાઘ અને વાઘણની જોડી જોવા મળશે. આમા પણ વાઘ દર્શનએ પ્રવાસીઓનું અને ખાસ કરીને બાળકોના સપના સમાન હોય છે તેમ પણ સફેદ વાઘ જોવા માટે પ્રવાસીઓનો ધસારો વધી ગયો છે. હાલ જંગલ સફારીમાં 1500 વિવિધ પ્રજાતિના પશુ-પક્ષીઓની સારસંભાળ રાખવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જંગલ સફારી દર્શન એક એનેરો લ્હાવો છે.