બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / godhra millions of 500 1000 old currency notes seized gujarat
Hiren
Last Updated: 10:09 PM, 28 July 2020
ADVERTISEMENT
પંચમહાલના ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મહોમ્મદી સોસાયટીના બંધ મકાનમાંથી પોલીસે 5 કરોડની જૂની 500-1000ની નોટો ઝડપી છે. આ સાથે 2 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. નોટોની ગણતરી કરવા માટે બેંકમાંથી કાઉન્ટીગ મશીનો પણ મંગાવવામાં આવ્યાં હતાં. પોલીસે બેંકના સ્ટાફની હાજરીમાં નોટોની ગણતરી હાથ ધરી હતી.
આટલા મોટા પ્રમાણમાં જૂની ચલણી નોટો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જોકે આ નોટો ક્યાંથી આવી અને કોનું મકાન છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.