Friday, May 24, 2019

અહીં શક્તિ સ્તંભે બિરાજે છે મા દૂર્ગા માત્ર આંગળીના સ્પર્શથી હલે છે ત્રિશૂળ

અહીં શક્તિ સ્તંભે બિરાજે છે મા દૂર્ગા  માત્ર આંગળીના સ્પર્શથી હલે છે ત્રિશૂળ
ભગીરથી નદીના કિનારે ઉત્તરકાશીમાં પ્રાચીન શક્તિ મંદિર છે. આ મંદિરના કપાટ વર્ષ દરમિયાન ખુલ્લા રહે છે. નવરાત્રિ અને દશેરા પર અહીં ભક્તોની ભીડ રહે છે. આસ્થા છે કે આ મંદિરમાં દુર્ગા માટા શક્તિ સ્તંભ સ્વરૂપે બિરાજમાન છે. આ મંદિર સુધી પહોંચવા માટે રિષિકેશથી 160 કિમી ચાલીને ઉત્તરકાશી  પહોંચી શકાય છે. ઉત્તરકાશી બસ સ્ટેન્ડથી 3 કિમી દૂર આ શક્તિ મંદિર સ્થિત છે. 

સ્કંદ પુરાણના કેદારખંડમાં આ શક્તિ મંદિરનું વર્ણન મળે છે. આ સિદ્ઘપીઠ પુરાણોમાં રાજરાજેશ્વરી માતા શક્તિના નામથી જાણીતા છે. અનાદિ કાળમાં દેવાસુર સંગ્રામ થયો જેમાં દેવતાઓ અસુરો સામે હારવા લાગ્યા ત્યારે બધા દેવતાઓએ માતા દુર્ગાની ઉપાસના કરી. ફળ સ્વરૂપે માતાજીએ શક્તિ સ્વરૂપ ધારણ કર્યુ અને અસુરોનો વધ કર્યો. આ બાદ તેઓ દિવ્ય શક્તિ સ્વરૂપે વિશ્વનાથ મંદિરની નિટક બિરાજમાન થયા. 

આજ સુધી આ શક્તિ સ્તંભ વિશે જાણી શકાયું નથી કે તે કયા ધાતુમાંમાંથી બનેલો છે. આ શક્તિ સ્તંભના ગર્ભ ગૃહમાં ગોળાકાર કળશ છે. જે અષ્ટધાતુનો છે આ સ્તંભ પર અંકિત લિપિ અનુસાર આ કળશ 13મી સદીમાં રાજા ગણેશએ ગંગોત્રી પાસે સુમેરૂ પર્વત પર તપસ્યા કરતા પહેલા સ્થાપિત કર્યો હતો. શક્તિ સ્તંભ 6 મીટર ઉંચો અને 90 સેમી ત્રિજ્યા ધરાવે છે.

ઉત્તરકાશીમાં શક્તિ મંદિરના દર્શનનું ખાસ મહત્વ છે. મનોકામના પૂર્ણ કરવા માટે નવરાત્રિ અને દશેરા પર અહીં શ્રદ્ઘાળું રાત્રે જાગરણ પણ કરે છે. આ મંદિરમાં સૌથી ખાસ શક્તિ સ્તંભ છે. આ શક્તિ સ્તંભને આંગળીના સ્પર્થથી હલાવી શકો છો પરંતુ જોર લગાવવા પર તે નથી હલતો. ગંગોત્રી અને યમુનોત્રી આવનારા શ્રદ્ધાળુઓ માટે આ શક્તિ સ્તંભ આકર્ષણ અને શ્રદ્ઘાનું કેન્દ્ર હોય છે. 

શક્તિ મંદિરના પુરોહિત આચાર્ય મુરારી લાલ ભટ્ટ અનુસાર શક્તિ મંદિરમાં લોકોની ખૂબ જ આસ્થા છે. નવરાત્રિ અને દશેરા પર  અહીંયા ખાસ પૂજા કરવામાં આવે છે. આ પર્વ સમયે મા શક્તિના દર્શન કરવા માત્રથી માનવ કલ્યાણ થાય છે. વર્ષ દરમિયાન શ્રદ્ઘાળુઓ પોતાની માનતા લઇને માતાના દરબારમાં આવે છે. 

જ્યોતિશાચાર્ય પંડિત સુરેશ શાસ્ત્રી અનુસાર ઉત્તરકાશીમાં શક્તિ મંદિરનું વિશાળ ત્રિશૂળ શક્તિનું રૂપ માનવામાં આવે છે. આથી જ તેને શક્તિ સ્તંભ કહે છે. દેવ પુરાણોમાં કહેવાયું છે કે દેવાસુર સંગ્રામ સમયે જ્યારે દેવતાઓ પરાજિત થવા લાગ્યા ત્યારે દેવરાજ ઇન્દ્રએ શક્તિના રૂપ એવું ત્રિશૂલને ફેંક્યુ. જે કારણે અસુરોનો નાશ થયો. દેવતાઓએ શક્તિના રૂપમાં દેવી ભગવતીની અરાધના કરી. 
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ