OMG ! /
આ બકરાએ તો ભારે કરી, માણસની જેમ સિગારેટ જેવા છોડે છે ધુમાડા, જુઓ વીડિયો
Team VTV03:20 PM, 16 Feb 22
| Updated: 03:26 PM, 16 Feb 22
સોશિયલ મીડિયામાં બકરાએ મોઢામાંથી ધુમાડો કાઢીને રીંગો બનાવતો હોય તે વીડિયોએ ધૂમ મચાવી છે
સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે બકરો
ધૂમાડાની રીંગો બનાવતો બકરાનો વીડિયો વાયરલ
આ બકરાએ તો ભારે કરી
સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે જે તમને ઝીરોમાંથી હીરો બનાવે. આ માધ્યમ થકી આપણે દેશ વિદેશની ચોંકાવનારી ઘટનાઓ તેમજ ટેલેન્ટ સહિત અનેક એવી ઇન્ફોર્મેશન જાણવા મળે છે. અને પાછા આ વીડિયો એટલા વાયરલ થાય કે રાતોરાત તમે સ્ટાર બની જાઓ કે પછી રાતોરાત તમારી પડતી થાય. ત્યારે વાત કરીએ આવા જ વાયરલ વીડિયોની. જે જોઇને તમે કહી ઉઠશો, હાય આવુ તો હોય કંઇ ?
બકરો પણ નશો કરે ?
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો બીજો કોઇ નહી પરંતુ એક બકરાનો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક બકરો ટેબલ પર પડેલી આગના ધૂમાડાને મોંઢામાં ભરતો જોવા મળે છે.આ પછી તે મોં ઉપર રાખીને ધુમાડો ઉડાડી રહ્યો છે. બકરી સિગારેટ પીનારા લોકોના મોંમાંથી ધુમાડો નીકળે છે તે રીતે ધુમાડો ઉડાડે છે. તે આકાશ તરફ મોં રાખીને ધુમાડાની વીંટી છોડી રહ્યો છે. વીડિયો જોઈને તમને એવું લાગશે કે જાણે બકરી એક દિવસમાં 10-15 સિગારેટ પીતી હોય છે. બકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે આવો નશામાં ધૂત જાનવર અમે પહેલા ક્યારેય જોયો નથી.
આ વીડિયો શેર કરતા એક યુઝરે જાણકારી આપી હતી કે બકરો નેપાળનો છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા ખળભળાટ મચાવી દીધો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 8 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. જોકે હજી પણ હજારો લોકો વીડિયો પર ટિપ્પણી કરી રહ્યા છે. એક યુઝરે વીડિયો જોયા બાદ કમેન્ટ કરી કે, 'બકરો ખૂબ જ નશાખોર નીકળી. બકરો ખરેખર અદ્ભુત છે.