goat gives birth to a human looking offspring in cachar silchar district of assam
વાયરલ /
બકરીએ માણસ જેવા દેખાતા બચ્ચાંને આપ્યો જન્મ, પછી જે થયું તે જાણી રૂંવાડા ઊભા થઈ જશે
Team VTV12:23 PM, 28 Dec 21
| Updated: 12:24 PM, 28 Dec 21
આસામમાં એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે જાણ્યા પછી લોકોના હોશ ઉડી ગયા.આસામમાં એક બકરીએ માણસ જેવા દેખાતા બાળકને જન્મ આપ્યો.
બકરીએ માનવ જેવા બાળકને જન્મ આપ્યો
આ ચોંકાવનારી ઘટના આસામના કચર જિલ્લાની છે
આ તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
આ ચોંકાવનારી ઘટના આસામના કછાર જિલ્લાની છે
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર,કછાર જિલ્લાના ગંગા નગર ગામમાં લોકોને જેવી આ વાતની જાણ થઈ તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આ મામલામાં પશુપાલકે કહ્યું કે સોમવારે જ્યારે તેની પાલતુ બકરીએ બચ્ચાને જન્મ આપ્યો ત્યારે તેને વિશ્વાસ ન આવ્યો. મેં બકરીના બચ્ચાને નજીકથી જોયું તો ચહેરો બિલકુલ માણસ જેવો દેખાતો હતો. આ બચ્ચાની પૂંછડી પણ દેખાતી ન હતી. જોકે અડધા કલાકમાં જ બકરીના બચ્ચાનું મોત થયું હતું.
આ તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
આ તસવીર સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ હતી. આ તસવીરમાં જોઈ શકાય છે કે બકરીના બચ્ચાનો સંપૂર્ણ વિકાસ થયો ન હતો.જો કે ચહેરો બિલકુલ માનવ ચહેરા જેવો દેખાતો હતો. ગામલોકોને લાગ્યું કે તેમના કોઈ પૂર્વજો બકરીના પેટમાં જન્મ્યા છે. જોકે, સ્થાનિક લોકોએ પરંપરાગત રીતિ-રિવાજ પ્રમાણે તેને દફનાવ્યો હતો.