બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / goandal New chili income more than in last year

ગોંડલ / યાર્ડમાં નવા મરચાની ધૂમ આવક, ગત વર્ષ કરતાં ભાવમાં જોવા મળી તેજી

Divyesh

Last Updated: 09:14 AM, 2 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂકા મરચાનાં હબ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા મરચાની ધૂમ આવક જોવા મળી છે. જેમાં 25 હજાર ભાર મરચાની આવક જોવા મળી છે. નવા મરચાની ધૂમ આવક થતાં 2 હજારથી વધુ ભાવ સાથે ગત વર્ષ કરતાં મરચામાં તેજી જોવા મળી છે.

  • ગોંડલના યાર્ડમાં નવા મરચાની ધૂમ આવક
  • 20 કિલો મરચાના ભાવ 2 હજારથી 2500 સુધી બોલાયા
  • મરચાના ભાવમાં ગત વર્ષ કરતા તેજી જોવા મળી

ગોંડલના યાર્ડમાં નવા મરચાની ધૂમ આવક થઈ રહી છે. આ વર્ષે 25 હજાર ભારી મરચાની આવક થઈ રહી છે. 20 કિલો મરચાના 2 હજારથી 2500 સુધી ભાવ બોલાઈ રહ્યા છે. મરચાના ભાવમાં ગત વર્ષ કરતા તેજી જોવા મળી છે.
 

002, 035, રેવા, શાનીયા અને દેશી રેશમ પટ્ટો મરચાની વેરાયટીની આવકમાં વધારો થયો છે. ગોંડલમાં આશરે 20 જેટલી મરચાની વેરાયટીઓનું ઉત્પાદન થાય છે. અત્યાર સુધીમાં એક લાખથી વધારે ભારીઓનું વેચાણ થયું છે.

 

દરરોજ 2500 જેટલી ભારીઓનું વેચાણ થઈ રહ્યું છે. ગોંડલના પ્રખ્યાત મરચા ખરીદવા માટે ગુજરાત બહારના અન્ય રાજ્યમાંથી પણ વેપારીઓ આવી રહ્યા છે. અત્યાર સુધી મરચાની 1 લાખથી વધુ ભારીઓનું વેચાણ થયું છે. મરચાના પુરા ભાવ મેળવવા તબક્કાવાર માલ મોકલવા ખેડૂતોને અપીલ પણ કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gondal Gujarati News rajkot red chilli ગુજરાતી ન્યૂઝ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ Gondal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ