ગોવાનાં દૂધસાગર વોટરફોલ પહોંચેલા હજારો પર્યટકોને રેલ્વે પોલીસે રોક્યું અને આગળ વધવાની પરવાનગી ન આપી. એ બાદ જે થયું તે ચોંકાવનારું.
ગોવાનાં દૂધસાગર વોટરફોલ પાસે બની ઘટના
વોટરફોલ જોવા ગયેલા પર્યટકોને રેલ્વે પોલીસે રોક્યું
નિયમો તોડવા બદલ પર્યટકો સામે પોલીસે એક્શન લીધો
દૂધસાગર એક પ્રખ્યાત ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે પરંતુ મોનસૂન દરમિયાન ત્યાં ટ્રેકિંગ કરવું સલામત નથી. આ જ કારણોસર ગોવા રેલ્વે પોલીસ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કેટલાક દિવસો પહેલાં ઝરણાં પર એન્ટ્રી બંધ કરાવી દીધી હતી. તેમ છતાં રવિવારે હજારો પર્યટકો વોટરફોલ જોવા પહોંચ્યાં હતાં.
પર્યટકોએ ટ્રેક જામ કરી લીધો
માહિતી અનુસાર આ પર્યટકો દૂધસાગર રેલ્વે સ્ટેશન પર ઊતરીને પટરીઓનાં કિનારે ટ્રેકિંગ કરી રહ્યાં હતાં. પોલીસે આ પર્યટકોને ત્યાં જ રોક્યું અને આગળ વધવાની પરવાનગી ન આપી. આ બાદ પર્યટકોએ ટ્રેક જામ કરી લીધું જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નિયમ તોડવાને લીધે પોલીસે એક્શન લીધો
આ સિવાય અન્ય એક વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રેલ્વે પોલીસ દૂધસાગર રેલ્વે ટ્રેકની પાસે કેટલાક ટ્રેકર્સ પાસે ઊઠક-બેઠક કરાવી રહી છે. માહિતી અનુસાર આ લોકો દૂધસાગર સ્ટેશનથી થોડા પહેલા જ ટ્રેનથી ઊતર્યાં હતાં અને ટ્રેકનાં કિનારે ચાલી રહ્યાં હતાં. રેલ્વે નિયમ તોડવાનાં લીધે પોલીસે તેમની સામે એક્શન લીધો હતો.
રેલ્વેએ લોકોને અપીલ કરી
આ ઘટના બાદ સાઉથ વેસ્ટર્ન રેલ્વેએ લોકોને અપીલ કરી કે તેઓ રેલ્વે ટ્રેકનાં કિનારા પર ના ચાલે. રેલ્વેએ પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું કે અમે તમને અપીલ કરીએ છીએ કે તમે દૂધસાગરનાં ઝરણાંઓને જોવાનો આનંદ પોતાના ટ્રેનનાં કોચથી જ લો. રેલ્વેએ કહ્યું કે કિનારા પર ચાલવું એ માત્ર તમારી સુરક્ષાને જ જોખમમાં નથી મૂકતું પરંતુ તે રેલ્વે એક્ટનાં સેક્શન 147 અને 159 અંતર્ગત ગુનાઓની શ્રેણીમાં આવે છે. આ ટ્રેનોની સુરક્ષા માટે પણ જોખમી છે. બ્રગ્રેજા ઘાટનાં કિનારા દૂધસાગર કે કોઈ અન્ય સ્ટેશન પર ઊતરવા પર બેન લગાવવામાં આવ્યો છે. તમામ પેસેન્જર્સને વિનંતી છે કે તમે તમારી સુરક્ષા માટે બનાવવામાં આવેલા નિયમોનું પાલન કરો.