બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / જ્ઞાન સહાયકોનો કરાર વધુ 11 મહિના લંબાવાયો, શૈક્ષણિક વર્ષ 2025-26ના ઉમેદવારોને મળશે લાભ
Last Updated: 06:37 PM, 9 June 2026
રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા જ્ઞાન સહાયકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન સેવા આપતા તમામ જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરવાની મંજૂરી આપી છે.
ADVERTISEMENT
જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરવા નિર્ણય
મળતી માહિતી અનુસાર, રાજ્યની અનેક શાળાઓમાં શિક્ષકોની જરૂરિયાત હજુ પણ યથાવત હોવાથી સરકારે હાલ કાર્યરત જ્ઞાન સહાયકોની સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી હજારો જ્ઞાન સહાયકોને રોજગારીની સતત તક મળશે તેમજ શાળાઓમાં શિક્ષણકાર્યમાં અવરોધ સર્જાશે નહીં.
ADVERTISEMENT

જ્ઞાન સહાયકનો કરાર મહત્તમ 11 મહિનાનો રહેશે
ADVERTISEMENT
શિક્ષણ વિભાગના અગાઉના ઠરાવ મુજબ જ્ઞાન સહાયકનો કરાર મહત્તમ 11 મહિનાનો રહેવાનો છે. આ જ નિયમને આધારે આગામી શૈક્ષણિક વર્ષ માટે પણ કરાર રિન્યુ કરવામાં આવશે.
શિક્ષકોની જરૂરિયાત યથાવત રહેતા લેવાયો નિર્ણય
ADVERTISEMENT
આ અંગે શિક્ષણ કમિશનરે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા અને લાયક જ્ઞાન સહાયકોના કરાર સમયસર રિન્યુ કરવાની સૂચનાઓ આપી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 11 જૂને ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ જાહેર થશે, ઉમેદવારોના ફોર્મ માન્ય
ADVERTISEMENT
જ્ઞાન સહાયકોને કરારનો વિશેષ લાભ મળશે
ઉલ્લેખનીય છે કે શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા ઉમેદવારોને જ આ કરાર રિન્યુનો લાભ મળશે. સરકારના આ નિર્ણયને જ્ઞાન સહાયકોમાં હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને તેને શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવતું પગલું માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.