બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અસામાજીક શખ્સોનો આતંક! ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દર્દી પર હુમલો, જુઓ CCTV
Last Updated: 08:58 PM, 4 February 2025
Bhuj Hospital Video : રાજ્યમાં અનેક વાર ડૉક્ટર પર હુમલાની ઘટના સામે આવતી હોય છે. આ દરમિયાન હવે ડૉક્ટર નહીં પરંતુ દર્દી પર હુમલાની ઘટના સામે આવી છે. વાસ્તવમાં કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી સ્થિતિ બની છે. ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં દર્દી પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં હોસ્પિટલમાં શખ્સે હથિયાર વડે અંગત અદાવતમાં હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ તરફ દર્દીને બચાવવા જતા સેક્યુરિટી ગાર્ડ પર પણ શખ્સે હુમલો કર્યો હતો. આ તરફ હુમલાની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
ADVERTISEMENT
ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં અંગત અદાવતમાં દર્દી પર હુમલો કર્યાની આશંકા#kutch #bhuj #gkgeneralhospital #bhujpolice #cctv #viralvideo #vtvgujarati pic.twitter.com/wg63yXeWsz
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 4, 2025
વધુ વાંચો : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો, મતદાન પહેલા જ 215 બેઠકો પર જીત
ADVERTISEMENT
કચ્છના ભુજમાં અસામાજિક શખ્સોનો આતંક સામે આવી છે. ભુજમાં આવેલ જી.કે. જનરલ હોસ્પિટલમાં દર્દી પર હુમલાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં શખ્સે હથિયાર વડે અંગત અદાવતમાં હુમલો કર્યો હતો. વિગતો મુજબ અંગત અદાવતમાંઆ હુમલો કર્યાની આશંકા છે. આ તરફ દર્દીને બચાવવા જતા સુરક્ષાકર્મી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.