4 વર્ષમાં 14 કરોડના ડસ્ટબીન આપ્યા, AMC હવે નહીં કરે વિતરણ

By : vishal 09:04 PM, 06 December 2018 | Updated : 09:04 PM, 06 December 2018
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત છેલ્લા 4 વર્ષમાં રૂ.14 કરોડના ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું છે. પરંતુ હવે AMCએ ડસ્ટબીનનું વિતરણ નહીં કરવાનો નિર્ણય કર્યો છે.

જેથી કરીને હવે જે પણ લોકોને ડસ્ટબીનની જરૂર છે તેમણે પોતાના ખર્ચે ખરીદવું પડશે. અત્યાર સુધી AMC દ્વારા એમપીએમએલએ અને કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી ડસ્ટબીનની ખરીદી કરીને વિતરણ કરવામાં આવતુ હતું.

જો કે, હજીએ મોટા ભાગના કોર્પોરેટર અને ધારાસભ્યના ગોડાઉનમાં ડસ્ટબીન ધૂળ ખાઇ રહ્યા છે. તેથી AMCએ આગામી ડસ્ટબીન પાછળ કોઈપણ પ્રકારનો ખર્ચ નહીં કરવાનો નિર્ણય લીધો છે.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story