મગજને સ્વસ્થ્ય રાખવા તમારા પગને પણ આપો કંઈક કામ...

By : kaushal 05:20 PM, 13 June 2018 | Updated : 05:20 PM, 13 June 2018
એક સ્વસ્થ્ય મગજ અને તંત્રિકા તંત્ર માટે પગનો વ્યાયમ કરવો જરૂરી છે. એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે પગનો અભ્યાસ ઓછો કરવાથી તંત્રિકા તંત્ર પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે. ઈટલીના એક વિશ્વવિદ્યાલયમાં શોધકર્તાઓએ ઉંદરોના પગની ગતિવિધિઓને લઈ એક અભ્યાસ કર્યો.

શોધકર્તાઓએ ઉંદરોના પાછળના પગને ઉપયોગ કરવાથી પ્રતિબંધિત કર્યા, જ્યારે આગળના પગોને ઉપયોગ માટે ખુલ્લા રાખ્યા. 28 દિવસના આ અભ્યાસ બાદ જણવા મળ્યુ કે ઉંદરોના પગની ગતિવિધિઓને સીમિત કરવાથી તંત્રિકા સ્ટેમ કોશિકાઓની સંખ્યા 70 ટકા ઓછી થઈ ગઈ.

આ ઉપરાંત, તેમના શરીરમાં ઓક્સિજનની માત્રા ઓછી થઈ ગઈ, જેણે મોટાબોલિજ્મને બદલી નાખી. શોધકર્તા રફેલ એડમીએ કહ્યુ કે આપણે સક્રિય રહેવા માટે છીએ. ચાલવા, દોડવા અને વસ્તુઓને ઉપાડવા માટે પગની માંસપેશિઓનો ઉપયોગ કરવો જોઈએ. મગજ અને પગના આગવા ન્યૂરો સંદેશાના આદાન-પ્રદાનથી પણ ન્યુરોલોજીકલ હેલ્થ નિર્ભર કરે છે.Recent Story

Popular Story