give me some time naresh patel says amid discussion over joining politics
રાજકારણ /
મને થોડો ટાઈમ આપો..: રાજકારણમાં જોડાવવા અંગે નરેશ પટેલે ફરી ઊભું કર્યું સસ્પેન્સ, જુઓ શું કહ્યું
Team VTV09:53 AM, 20 Mar 22
| Updated: 01:34 PM, 20 Mar 22
પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશનો મામલો હવે ગૂંચવાયો છે. આજે PAASના આગેવાનો સાથે મુલાકાત અગાઉ તેમણે કહ્યું હતું કે રાજકારણમાં જોડાવું કે નહીં તેની હું સામેથી જાણ કરીશ.
નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશનો મામલો
આજે કોંગ્રેસ અને PAASના આગેવાનો મળશે
કોંગ્રેસમાં જોડાવવા આપશે આમંત્રણ
પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશનો મામલો હવે ગૂંચવાયો છે. દરેક પ્રકારે કોંગ્રેસ અને PAASના આગેવાનો દ્વારા નરેશ પટેલને કોંગ્રેસમાં સામેલ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
ખોડલધામમાં ઉત્તર ગુજરાતના PAAS કન્વીનરોની નરેશ પટેલ સાથે બેઠક્ અગાઉ ખોડલધામ ચેરમેન નરેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે "બહેનો અને યુવાન મિત્રોની ખુબ લાગણી છે કે હું રાજકારણમાં આવું" પણ રાજકારણમાં જોડાવા મને થોડો સમય આપો. તેમણે કહ્યું હતું કે રાજકારણમાં જોડાવું કે નહીં તેની હું સામેથી જાણ કરીશ. તેમણે કહ્યું હતું કે પહેલા રાજકારણમાં જોડાવાના નિર્ણય બાદ પાર્ટી નક્કી કરીશ.
ખોડલધામ પરિસરમાં ક્યારેય રાજકારણની વાત કરતા નથી: નરેશ પટેલ
આ ઉપરાંત નરેશ પટેલે કહ્યું હતું કે ખોડલધામ રાજકારણનું માધ્યમ નથી. અહીં કોઈ રાજકારણની વાત ક્યારેય કરતું નથી. અમે ફક્ત સંગઠનની જ વાત કરીશું અને
સમાજના પ્રશ્નોની ચર્ચા કરીશું.
આજે કોંગ્રેસ અને PAASના આગેવાનો નરેશ પટેલને મળશે
આ તમામ સમચારોની વચ્ચે આજે કોંગ્રેસ અને PAASના આગેવાનો નરેશ પટેલ સાથે મુલાકાત કરશે. આઅ મુલાકાત રેશ પટેલ સાથે ખોડલધામ ખાતે જ થશે. જેમાં તેમના રાજકારણમાં જોડાવા અંગે વધુ વિગતો સામે આવી શકે છે. આ મુલાકાતમાં ઉત્તર ગુજરાત અને અમદાવાદના PAAS આગેવાનો નરેશ પટેલને મળશે અને રાજકારણમાં પ્રવેશ અંગે રજૂઆત પણ કરશે એવી માહિતી છે. કોંગ્રેસ દ્વારા નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે આ આગેવાનો આજે નરેશ પટેલનએ આમંત્રણ આપશે તેવી શક્યતા છે.
લેઉઆ પટેલની સમાજની બેઠક પહેલા નરેશ પટેલે કહ્યું હતું: આપનો આભાર
ખોડલધામ ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ રાજકારણમાં આવશે કે કેમ, અને આવશે તો કયા પક્ષમાં તેઓ જોડાશે તેવી ચર્ચાઓને લઇને રાજનીતી તેજ બની છે. જો કે આ મામલે નરેશ પટેલ કશું સ્પષ્ટ જણાવી રહ્યા નથી. સમાજ કહેશે એમ કરીશ તેવા ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. ત્યારે રાજકોટમાં લેઉવા પટેલ સમાજની બેઠકમાં પહોંચેલા નરેશ પટેલનું રાજકારણમાં જોડાવા મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, નિશ્ચિત તારીખ આપી શકાય તેમ નથી, ખુબ મોટો નિર્ણય છે, મારે રેગ્યુલર CR પાટીલ સાથે વાત થાય છે, સમયની રાહ જુઓ.આ દરમિયાન રાજકીય પક્ષ સાથે જોડાવા મુદ્દે નરેશ પટેલે સૌપ્રથમ વખત મોટો સંકેત આપ્યો છે. પત્રકારે કઇ પાર્ટીમાં જોડાશો તેવો નરેશ પટેલને પ્રશ્ન કર્યો હતો. ત્યારે તેમણે જણાવ્યું કે, 'આપ સારા પ્રશ્ન કરી રહ્યાં છો. આપનો આભાર.' શું નરેશ પટેલે આમ આદમી પાર્ટીમાં જોડાવાના સંકેત આપ્યા છે ?
થોડા દિવસ પહેલા પાટિલે અને રૂપાણીએ આપ્યું હતું સૂચક નિવેદન
નરેશ પટેલ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, નરેશભાઈ વર્ષોથી ભાજપના શુભેચ્છક છે. નરેશભાઈ ભાજપની સાથે રહેશે. નરેશભાઈ સાથે ફોન પર વાતચીત થઇ છે. તેમણે કોઇ પાર્ટીમાં જોડાવવા નિર્ણય નથી કર્યો. નરેશભાઈ ભાજપની સાથે રહેશે એવો મને વિશ્વાસ. પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પ્રથમ વખત નિવેદન આપતા કહ્યું છે કે નરેશ પટેલને જ પુછવુ પડશે કારણ કે તે તેમનો અંગત નિર્ણય હશે. મારા વખાણ કરે છે એનો કોઇ મતલબ નથી, હુ માનુ છું નરેશભાઇ PM મોદી અને અમિત શાહ નેતૃત્વમાં ભાજપ સાથે રહેશે.