બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: ગીર સોમનાથમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, રોડ પર ઘૂંટણસમાં પાણી, ખેતરો ફરી પાણી પાણી
Last Updated: 05:14 PM, 10 October 2024
ગીરસોમનાથ જિલ્લાના કોડીનારમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અડધો કલાક મેઘો મુશળધાર વરસતા શહેરના મુખ્યમાર્ગો પર પાણી વહેતા થયા હતા. જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા છે.
ADVERTISEMENT
કોડીનારમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ADVERTISEMENT
શહેરના એસટી ડેપો રોડ, અજંતા સિનેમા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને તથા વાહનચાલકોને ભારે હાલાકીનો સામો કરવો પડ્યો હતો. અનેક વાહનો વરસાદના કારણે બંધ પડ્યા હતા.
ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ
ઉના અને ગીરગઢડાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. મગફળી પલળી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો વરસાદ નવરાત્રીમાં વિઘ્ન બન્યો છે, જેના કારણેખેલૈયાઓના રંગમાં પણ ભંગ પડ્યો છે
આ પણ વાંચો: માતાના મઢ પત્રીવિધિ પૂજા વિવાદ અંગે હાઇકોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું છે પત્રીવિધિ?
ખેલૈયાઓમાં ચિંતા વધી
ગીરસોમનાથના દરિયાકાંઠાના ગામોમાં વરસાદ વરસ્યો છે. નવરાત્રીમાં વરસાદને લઇને ખેલૈયાઓમાં ચિંતા વધી છે. કોડીનાર,સુત્રાપાડા,વેરાવળ,ઉના સહિત ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે વરસાદને કારણે ખેલૈયાઓનો ખેલ બગડ્યો છે. મોટાભાગની ગરબીમાં પાણી ભરાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.