મેષ:-
- આ રાશિની જાતક સ્ત્રીઓ સુંદર અને શાનદાર હોય છે.એકદમ સરળતાથી લોકો તેના પ્રેમમાં પડી જાય જતાં હોય છે.આ રાશિ ધરાવતી સ્ત્રીઓને વિવિધ પ્રકારની વાનગી બનાવવાનો ખાસ શોખ ધરાવે છે અને તે આત્મવિશ્વાસથી પણ ભરપૂર હોય છે.
- મેષ રાશિ ધરાવનાર યુવતિઓ લગ્ન બાદ પોતાના જીવનસાથીને વધુ વફાદાર હોય છે.પરંતુ તેના બદલા રૂપે કેટલીક અપેક્ષા પણ રાખે છે.
આ રાશિની સ્ત્રીઓની અપેક્ષાઓ જો પુરી ના થાય તો તે પોતાની જીવનસાથીને છોડવામાં સ્હેજ પણ ખચકાટ અનુભવતી નથી.આ રાશિ ધરાવનારી સ્ત્રીઓ ક્યારેય પોતાના પતિ પર કોઇ તકલીફ આવવા દેતી નથી.
વૃશ્ચિક:-
- આ રાશિ ધરાવનારી સ્ત્રીઓ એડવેન્ચર પ્રેમી હોય છે.આ રાશિ ધરાવનાર છોકરીઓ પોતાના પાર્ટનરની ક્ષમતાઓને ઉજાગર કરવામાં માહેર હોય છે અને તેને તે સાચી દિશા પણ આપે છે.પરંતુ આ તેને આઝાદી વધુ પ્રમાણમાં જોઇએ છે.
- આ રાશિ ધરાવતી સ્ત્રીઓની એક ખાસિયત રહેલી હોય છે કે તે સામે વાળાને પારખવામાં માહેર હોય છે.તેણી પોતાના દોસ્તો જ નહીં પરંતુ પોતાના દૂશ્મનોને પણ તે સમજી વિચારીને પસંદ કરે છે.
મકર:-
- ઘર બિઝનેસ અને બાળકોને સંભાળીને રાખવા એક મોટી જવાબદારી છે.પરંતુ રાશિ વાળી છોકરીઓ આ ત્રણેય કાર્યો એકદમ સુગ્રથિત રીતે કરે છે.
- તે પછી બિલ પેમેંન્ટ હોય કે પછી બહાર ફરવા જવાનું હોય બધા જ કામ તે વ્યવ્થિત રીતે થાય તેવો આગ્રહ રાખે છે.
કન્યા:-
- કન્યા રાશિ ધરાવતી છોકરીઓ સાથે લગ્ન કરનાર ખાસ યાદ રાખે કે આ રાશિ ધરાવનારી છોકરીઓ જીવન સાથે જોડાયેલ તમામ બાબતોથી ખાસ વાકેફ હોય છે.
- કન્યા રાશિ ધરાવતી છોકરી સાથે લગ્ન કર્યા બાદ તે પોતાની 25મી anniversary સુધીમાં તે પોતાની સફળ લગ્ન જીવનની 100 ટિપ્સ એવા વિષય પર એક પુસ્તક લખી નાંખશે.