બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / છોકરીએ લીધો ગજબ બદલો, કેશ ઓન ડિલિવરી રાખી પૂર્વ બોયફ્રેન્ડના ઘરે મોકલ્યા 100 પીઝા, જુઓ VIDEO

વેલેન્ટાઇન ડે / છોકરીએ લીધો ગજબ બદલો, કેશ ઓન ડિલિવરી રાખી પૂર્વ બોયફ્રેન્ડના ઘરે મોકલ્યા 100 પીઝા, જુઓ VIDEO

Last Updated: 11:17 PM, 14 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરીએ પોતાના એક્સ-બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપનો બદલો લેવા માટે પિઝ્ઝા ઓર્ડર કર્યા હતા અને એ પણ પૈસા દીધા વિના.

એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ડિલિવરી પાર્ટનર એક વ્યક્તિના ઘરે 100 પિઝ્ઝા બોક્સ પહોંચાડી રહ્યો છે. દાવો કરવામાં આવે છે કે એક છોકરીએ પોતાના એક્સ-બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપનો બદલો લેવા માટે પિઝ્ઝા ઓર્ડર કર્યા હતા અને એ પણ પૈસા દીધા વિના.

કેશ-ઑન-ડિલિવરીનો કમાલ

વિડીયોમાં જોઈ શકાય છે કે છોકરીએ 100 પિઝ્ઝા કેશ-ઑન-ડિલિવરી ઓપ્શન સાથે પોતાના એક્સ બોયફ્રેન્ડના ઘરે મોકલ્યા. ક્લિપમાં મેજિકપિન એક ફૂડ ડિલિવરી એપનો ડિલિવરી પાર્ટનર પિઝ્ઝા લઈને ગ્રાહકના બોયફ્રેન્ડના ઘરે જાય છે. તે માણસ ખાવાના ડબ્બાનો ઢગલો લઈને સીડીઓ ચઢતો અને કાળજીપૂર્વક દરવાજા પર મૂકતો જોવા મળ્યો.

ત્રણ રેક પિઝ્ઝાથી ભર્યા

વિડીયો મેજિકપિન કસ્ટમરની એક્સ ગર્લફ્રેન્ડના ફ્લેટ બહાર પિઝ્ઝા બોક્સની ત્રણ રેક લાગેલા બતાવવામાં આવ્યા છે. આમાં દાવો કરવામાં આવી રહ્યું છે કે ,વેલેન્ટાઇન ડે પર છોકરીએ એક્સ બોયફ્રેન્ડથી બદલો લીધો. અને પોતાના એક્સ બોયફ્રેન્ડના ઘરે 100 કેશ ઑન ડિલિવરી પિઝ્ઝા મોકલ્યા.

આ પણ વાંચોઃ વ્હેલ માછલી યુવકને જીવતો ગળી ગઈ છતાં બચી ગયો, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો

વિડીયોમાં મળ્યું મિક્સ રીએક્શન

આ વિડીયોને મિક્સ રીએક્શન મળ્યું. અમુક લોકોનું માનવું છે કે તે ફૂડ ડિલિવરી કંપનીનો માર્કેટિંગ સ્ટંટ હતો, જ્યારે કેટલાક લોકો તેને હળવા અંદાજમાં હાસ્યથી જોતા હતા. કેટલાક ઇન્ટરનેટ યુઝર્સે આ ઘટનાની નિંદા કરી અને તેને "પજવણી" ગણાવી. બીજા એક વ્યક્તિએ દાવાની પ્રામાણિકતા પર પ્રશ્ન ઉઠાવતા પૂછ્યું, "કયો દુકાનદાર કેશ ઓન ડિલિવરી માટે 100 પિઝા ઓર્ડર લે છે?" એક X યુઝરે વાયરલ વીડિયો પર રીએક્શન આપતા લખ્યું, "આ કદાચ એક જાહેરાત છે; નહીં તો, કોઈને કેવી રીતે ખબર પડશે કે કોણે કોના માટે ઓર્ડર આપ્યો છે? તેઓ સ્પષ્ટપણે બ્રાન્ડનું નામ દર્શાવે છે અને જાહેરાતમાં નિષ્ણાત છે." આ વાયરલ વિડીયો છે, જેની VTV ગુજરાતી કોઈ પુષ્ટિ કરતું નથી. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Girlfriend unique revenge viral video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ