બ્રેકિંગ ન્યુઝ
ParthB
Last Updated: 10:42 AM, 20 October 2021
ADVERTISEMENT
યુવતીએ તેની બહેનની હરકતોથી કંટાળીને સોશિયલ મીડિયા પર શેર કરી છે.
ADVERTISEMENT
એક યુવતીએ તેની નાની બહેનની ક્રિયાઓ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં યુવતીના કહ્યા મજબ, તેની નાની બહેનની નજર હંમેશા તેના ભાવિ પતિ પર રહેતી હતી. જ્યારે પણ તેનો ભાવિ પતિ ઘરે આવતો ત્યારે નાની બહેન તેની સાથે આવા કૃત્યો કરતી કે તે ક્ષોભનીય સ્થિતીમાં મુકાઈ જતો હતો. બહેનની આવી હરકતોથી કંટાળીને યુવતીએ લગ્ન પહેલા જ મોટો નિર્ણય લીધો.
બહેનને પતિથી દૂર રાખવા માટે યુવતી લીધો કઠોર નિર્ણય
યુવતીએ પોતાની બહેનની આવી હરકતોથી કંટાળી ગઈ હતી. અને તેને લગ્નમાં ન આવવા દેવાનું નક્કી કર્યું અને તેણે લગ્નની મહેમાનની યાદીમાંથી તેની સગી બહેનનું કાપી નાખ્યું હતું. અને નક્કી કર્યુ કે તે તેને કોઈ પણ સંજોગોમાં લગ્નમાં પ્રવેશવા દેશે નહીં. છોકરી માટે આ નિર્ણય લેવો સરળ ન હતો. તેના માતા-પિતા આ નિર્ણય સામે આવ્યા અને કહ્યું કે તે તેની બહેનને છોકરા માટે નકારી રહી છે. જ્યારે તેણે તેના માતા-પિતાને બહેનની હરકતો વિશે પણ જણાવ્યું હતું.
યુવતી નાની બહેનને પોતાના પતિથી દૂર રાખવા માંગે છે
યુવતીના કહેવા મુજબ, તેની બહેન તેની મર્યાદાઓને સમજી શકતી નથી. તે ઘણીવાર સીમાઓ ઓળંગે છે. અને આવા કૃત્યો કરે છે. જે કોઈને પણ સહન નહીં થાય. યુવતીના કહેવા મુજબ, તેના કઠોર નિર્ણયને કારણે માતા-પિતાએ પણ લગ્નમાં આવવાની ના પાડી દીધી હતી. પરંતુ જો તે તેની બહેનને તેના પતિની નજીક આવવાની વધુ તક આપશે તો તેના બાળકો પર પણ ખરાબ અસર પડશે. તેમ છતાં તેના નિર્ણયથી પરિવારમાં વિવાદ થયો, તેણે નક્કી કર્યું કે, તે તેના પતિને કોઈની સાથે શેર કરવા દેશે નહી.
યુવતી સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર શેર કરી
એક મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકાની એક યુવતીએ આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેમાં તેણે લખ્યું કે, જ્યારે પણ તેનો ભાવિ પતિ ઘરે આવે ત્યારે તેની બહેન જાણી જોઈને તેની નજીક આવવાનો પ્રયત્ન કરતી હતી. તે જાણી જોઈને તેને સ્પર્શ કરતી અને વારંવાર ચુંબન કરવાનો પ્રયત્ન કરતી હતી. છોકરીને ભય લાગ્યો કે તેની નાની બહેન લગ્ન દરમિયાન પણ વરરાજાને કિસ કરવાનું શરૂ કરી શકે છે, તેથી તેણે મહેમાનોની યાદીમાંથી તેનું નામ કાપી નાખ્યું
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ચોંકાવનારો ખુલાસો / પોતાનો બાપ નીકળ્યો નકલી! 16 વર્ષ ખોટું પકડાયું, કહાની હેરાનીભરી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.