બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સુરતની ગ્રીષ્મા જેવો હત્યાકાંડ, ડઝન લોકો સામે છોકરીનું ગળું ચાકુથી કાપ્યું, પોતાના રિસ્ક પર જોજો વીડિયો
Last Updated: 12:27 PM, 10 January 2025
2022માં ગુજરાતના સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસ કેવી રીતે ભૂલી શક્યા, આ કેસમાં હત્યારો ફેનિલ ગોયાણી ગ્રીષ્માને એક તરફી પ્રેમ કરતો હતો. તે તેના પરિવારને પણ હેરાન કરતો, એક દિવસ તે તેના ઘરે જઇને ગ્રીષ્માને પકડી પરિવારની સામે જ છરી વડે રહીંસી નાખી હતી. ગ્રીષ્માનું મોત થયું ત્યાં સુધી હત્યારો તેની પાસે ઊભો રહ્યો હતો. જે સમયે ગ્રીષ્માના હત્યાનો વીડિયો સામે આવ્યો ત્યારે સૌ કોઈના રુવાંટા ઊભા થઇ ગયા હતા. તેના હત્યાના વીડિયોમાં જોઇ શકાતું હતું કે તેની હત્યાના સમયે ઘણા લોકો ઊભા હતા પરંતુ કોઇએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. જો કે અમે અહિંયા આ કેસની વાત નથી કરી રહ્યા પરંતુ મહારાષ્ટ્રના પુણેમાં આવી જ એક ઘટના સામે આવી છે.
ADVERTISEMENT
આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ એટલે કે BPO કંપનીમાં કામ કરતી છોકરી શુભદા કોડરેની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. યુવતીને તેના જ સાથીદારે પાર્કિંગમાં જ છરીના ઘા મારીને હત્યા કરી છે. આ ઘટના દરમિયાન ઘણા લોકો હાજર હતા, પરંતુ કોઇ આ છોકરીને બચાવવા માટે પ્રયાસ કર્યો ન હતો. આ હત્યાનો વીડિયો મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. જો કે, તમને જણાવી દઈએ કે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
ADVERTISEMENT
આ હત્યાનો વીડિયો એક મિનિટ લાંબો છે, જેમાં BPO કર્મચારી શુભદા કોડરેની ઓફિસના પાર્કિંગમાં નિર્દયતાથી હત્યા કરી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શુભદા કોડરે હાથ અને ઘૂંટણ પર બેઠી છે, જ્યારે તેનો હુમલાખોર છરી લઈને ફરતો હતો અને તેના ચહેરાને જમીન પર ધકેલી રહ્યો છે. ટૂંક જવામાં, शुभદા કોડરેનું મોત થઈ જાય છે. સાથે વીડિયો માં તમે જોઈ શકો છો કે ઓછામાં ઓછા 20 લોકો કોલ સેન્ટરના પરિસરમાં ભયાનક દ્રશ્ય ફક્ત જોઈ રહ્યા છે.
Shubhada Kodare, 28, was brutally stabbed to death by her colleague Krishna Kanoja in a Pune office parking lot. The motive? Money. Have we become a society that values convenience over humanity? #JusticeForShubhada" pic.twitter.com/cXKuUm0QRb
— Vijay Kumbhar (@VijayKumbhar62) January 9, 2025
અહેવાલ અનુસાર, આ ઘટના મંગળવારે બની હતી, જેમાં બે ડઝનથી વધુ લોકો હાજર હતા, જે બધા મૌન રહ્યા અને આ ગુનો થતા જોઈ રહ્યા હતા. આ ઘટનાની પોલીસે તપાસ કરી તો જાણ્યું કે શુભદા પર મંગળવારે 27 વર્ષીય કૃષ્ણ સત્યનારાયણ કનોજિયાએ કથિત રીતે હુમલો કર્યો હતો. પોલીસ અધિકારીનું કહેવું છે કે શુભદા કોડરે પિતાના ઓપરેશનનું ખોટું બહાનું કાઢીને આરોપી કનોજિયા પાસે પૈસા લીધા હતા અને થોડા દિવસો પહેલા જ કનોજિયા તેના પિતાને મળ્યો હતો. તેથી સત્ય બહાર આવતાં ક્રોધમાં તેની હત્યા કરી છે.
આ પણ વાંચો : 'આ ઘર છે, કોઈ રેસ્ટોરેન્ટ નથી', અંબાણીના ઘરની બહાર વિદેશી મહેમાનનું અપમાન, વીડિયો વાયરલ
જો કે, કનોજિયા પાસે શુભદાએ ઘણી વખત પૈસા ઉછીના લીધા છે, જેના કુલ રકમ રૂ. 4 લાખ હતી. પોલીસ અધિકારી વધુમાં જણાવે છે કે આ ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT