હીરાપુરવા ગામના પ્રધાનપતિને યુવતીએ પંચાયતની સામે ગોળી મારીને હત્યા કરી દીધી.
પ્રધાનપતિની કરવામાં આવી ગોળી મારીને હત્યા
પ્રેમ સંબંધની વચ્ચે આવતા યુવતીએ મારી ગોળી
સમગ્ર ગામમાં ભયનું વાતાવરણ
રવિવારના રોજ રાતના 10 વાગે પંચાયતની વચ્ચે પ્રધાન રામશ્રીના પતિ રામશરણની ગોળી મારીને હત્યા થવાની ઘટનાથી સમગ્ર ગામમાં ફડફડાટ મચી ગયો છે. પોલીસે યુવતી સાથે આ હત્યાકાંડમાં જોડાયેલા બીજા 3 યુવકોની ધરપકડ કરી છે.
શું હતું હત્યા કરવા પાછળનું કારણ?
સીમા નામની યુવતીએ એના પ્રેમી સાથે મળીને પ્રધાનપતિને પંચાયતમાં બોલવાના બહાને તમામ લોકોની વચ્ચે ગોળી મારીને હત્યા કરવાનું કાવતરું ઘડ્યુ હતું. યુવતીએ હત્યા પાછળનું કારણ જણાવતા કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી મારા પ્રેમ સંબંધમાં રામશરણ અડચણ બની રહ્યો હતો. તેમણે મારું જીવવું પણ મુશ્કેલ કરી દીધું હતું. બદલાની ભાવના મારા મનમાં વર્ષોથી ચાલી રહી હતી અને હવે સહન કરવાની સીમા આવી જતા હત્યા કરવાનું પગલું ભર્યું હતું. સીમાનો પ્રેમ સંબંધ શ્યામ બિહારી સાથે ચાલી રહ્યો હતો. પરંતુ શ્યામ બિહારીના લગ્ન બીજી યુવતી જોડે નક્કી થઇ ગયા હતા. આ અંગેના વિવાદના સમાધાનના બહાને પંચાયત બોલાવવામાં આવી હતી. 24 જૂનના રોજ તેના લગ્ન થવાના હતા પરંતુ આ હત્યાકાંડના લીધે લગ્ન છોડીને તેને જેલમાં જવું પડ્યું હતું.
પંચાયતમાં લોકોની વચ્ચે મારી ગોળી
પ્રધાન રામશ્રીના પુત્રએ પોલીસ રીપોર્ટમાં જણાવ્યું કે, તેમના પિતાને એક વિવાદનું નિરાકરણ લાવવા માટે પંચાયતમાં બોલાયા હતા. પંચાયત શરૂ થતા જ બીજા પક્ષના લોકોએ ગોળી મારીને તેમની હત્યા કરી દીધી. પોલીસે ચાર્જશીટ બનાવી હતી. પરંતુ તપાસ દરમિયાન નવા 3 લોકોના નામ પણ હત્યાકાંડમાં જોડાયા તે તમામ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.