બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મોબાઈલ પોર્ને દાટ વાળ્યો! અશ્લિલ વીડિયો જોઈને 4 સગીર દોસ્તોએ સગીરા સાથે કર્યો ગેંગરેપ

રાંચી / મોબાઈલ પોર્ને દાટ વાળ્યો! અશ્લિલ વીડિયો જોઈને 4 સગીર દોસ્તોએ સગીરા સાથે કર્યો ગેંગરેપ

Last Updated: 02:59 PM, 10 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝારખંડના રાંચીમાં ગેંગરેપનો એક મોટો બનાવ સામે આવતાં હડકંપ મચ્યો છે.

મોબાઈલ જોઈને છોકરાઓ બગડવા લાગ્યાં છે. મોબાઈલમાં સરળતાથી ઉપલબ્ધ પોર્ન વીડિયોથી યુવાનોમાં જાતિય હિંસા વધી છે. વધુ એક વાર પોર્ન ગેંગરેપનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. ઝારખંડના રાંચી જિલ્લામાં એક છોકરી પર કથિત રીતે સામૂહિક બળાત્કાર થયો હતો અને આ સંબંધમાં ત્રણ છોકરાઓ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસે શનિવારે જણાવ્યું હતું. પોલીસના નિવેદન મુજબ, આ ઘટના 7 મેના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ રાંચી શહેરથી લગભગ 45 કિમી દૂર ચાન્હો પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.

મોટરસાયકલ પર એક નિર્જન જગ્યાએ લઈ ગયા

યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે તેના સગીર પ્રેમીએ તેના ચાર મિત્રો સાથે મળીને તેને મોટરસાયકલ પર એક નિર્જન જગ્યાએ લઈ ગયા હતા જ્યાં તેઓએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો, એમ અહેવાલમાં જણાવાયું છે. ફરિયાદના આધારે, 8 મેના રોજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. પાંચ આરોપીઓમાંથી બેને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે ત્રણ સગીરોને કિશોર સુધારણા ગૃહમાં રાખવામાં આવ્યા છે.

વધુ વાંચો : ભારતનો વાર ભરપૂર! 4 દિવસમાં ફસકી પડ્યું પાકિસ્તાન, વિદેશ મંત્રી ઈશાક ડારે કર્યું મોટું એલાન, સૂત્રોનો દાવો

મોબાઈલમાં પોર્ન જોવાની કુટેવ હતા

આ કિસ્સામાં એવું પણ સામે આવ્યું છે કે ચાર દોસ્તો મોબાઈલમાં પોર્ન જોવાના શૌખીન હતા, તેઓ અવારનવાર સાથે બેસીને પોર્ન જોતાં હતા અને આને કારણે તેમનો યૌનાચારનો વિચાર આવ્યો હતો અને સગીર છોકરીની ઈજ્જત લૂંટી લીધી હતી. વાલીઓએ બાળકોને મોબાઈલ ફોનથી બચાવાની જુરુર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jharkhand crime ranchi news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ