બ્રેકિંગ ન્યુઝ
Manisha Jogi
Last Updated: 08:46 AM, 8 April 2023
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર એક યુવતીએ એવો દાવો કર્યો છે, જે સાંભળીને લોકો દંગ રહી ગયા છે. તેણે દાવો કર્યો છે કે, તે હેર કટીંગ કરાવવા માટે વિદેશ જાય છે અને તે પણ પ્લેનથી. તેણે ટીકટોક પર વિડીયો બનાવીને શિડ્યુલ પણ જણાવ્યું છે, આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ધ સન અનુસાર આ યુવતીનું નામ કોરિન્ના બિયાનાકા છે અને તે બ્રિટનના લંડનમાં રહે છે. તે એક નેઈલ આર્ટિસ્ટ છે. કોરિન્ના વાળ કપાવવા માટે લંડનથી તુર્કી જાય છે. કોરિન્ના જણાવે છે કે, લંડનમાં વાળ ડાઈ કરાવવા માટે હેર કટીંગ કરાવવા માટેનું બિલ 4,000થી 5,000નું આવે છે. જો તમે ફેશિયલ તથા અન્ય ટ્રિટમેન્ટ કરાવો છો તો આ બિલ 12,000 સુધી આવી શકે છે. જેથી પૈસા બચાવવા માટે તેણે વિદેશ જવાનું વધુ યોગ્ય સમજ્યું.
ADVERTISEMENT
કોરિન્ના જણાવે છે કે, વાળ ડાઈ અને કટીંગ માટે તુર્કીના સલોનમાં જાય છે અને તેમને આ જગ્યા પસંદ છે. કોરિન્નાનું માનવું છે કે, આ સલોનમાં હેર સ્ટાઈલિસ્ટ હેર કટીંગ સારા કરે છે અને માત્ર 2,000 રૂપિયામાં થઈ જાય છે. કોરિન્ના છેલ્લા 10 વર્ષથી આ સલોનમાં જાય છે. આ વખતે તેની મમ્મી પણ તુર્કી આવી હતી. હેર કટીંગ, હેડ મસાજ અને પેડિક્યોર પણ કરાવ્યું.
સલોનમાં આવનારને સારી રીતે ટ્રીટ કરવામાં આવે છે. એરપોર્ટથી સલોન સુધી ફ્રીમાં લિફ્ટ આપી હતી અને નાશ્તા પાણી કરાવ્યા હતા. ત્યારબાદ હેર કટીંગ પણ સારા કર્યા હતા. ટીકટોક પર આ વિડીયો 9 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે. અનેક લોકોએ આ વિડીયો પર અલગ અલગ રિએક્શન આપ્યા છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી તુર્કી હેર ટ્રાન્સપ્લાન્ટ અને હેર ટ્રીટમેન્ટ માટે સૌથી સારું અને વિશ્વાસપાત્ર સ્થળ બની ગયું છે. વિદેશીઓ પણ આ સુવિધા મેળવવા માટે તુર્કી જાય છે, જ્યાં ખૂબ જ ઓછી કિંમતમાં બેસ્ટ હેર ટ્રાન્સપ્લાન્ટ કરી આપવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.