બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / ટેનિસ ખેલાડીની ગંદી હરકત! છોકરીનું પોસ્ટર લગાવી લખ્યું સેકસ વર્કર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો
Last Updated: 07:55 PM, 27 May 2024
ભારતીય રમત જગતમાંથી આઘાતજનક અને શરમજનક સમાચાર આવી રહ્યા છે. એક ટેનિસ પ્લેયર સામે યુવતીએ તેને બદનામ કરવાની અને તેને સેક્સ વર્કર કહેવાની પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ટેનિસ પ્લેયરની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
ટેનિસ ખેલાડી માધવન કામતની ધરપકડ
આ ઘટના અમદાવાદમાં બની હતી જ્યાં ટેનિસ ખેલાડી માધવન ચિરાગભાઈ કામતની ધરપકડ કરવામાં આવી હતી. એક 22 વર્ષીય યુવતીએ આરોપ લગાવ્યો છે કે માધવને તેને બદનામ કરવા માટે આખા શહેરમાં તેના પોસ્ટરો લગાવ્યા છે. પોસ્ટર પર તેનો નંબર પણ લખવામાં આવ્યો છે, અને તેને જાહેર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
યુવતીને એસ્કોર્ટ અને સેક્સ વર્કર બતાવીને તેને બદનામ કરવાનો આરોપ
22 વર્ષના માધવન પર આરોપ છે કે તેણે અમદાવાદ શહેરમાં પોસ્ટર લગાવીને તેને એસ્કોર્ટ અને સેક્સ વર્કર બતાવીને તેને બદનામ કરી છે. યુવતીએ કહ્યું કે ખેલાડીએ ઇન્સ્ટાગ્રામ પરથી તેનો ફોટો ડાઉનલોડ કર્યો હતો, અને તેના પોસ્ટર બનાવડાવ્યા હતા.પોસ્ટર પર છોકરીનો મોબાઇલ નંબર પણ લખવામાં આવ્યો હતો, જેના કારણે તેને ઘણા અજાણ્યા ફોન આવ્યા હતા. યુવતીએ આરોપ લગાવ્યો છે કે માધવને તેને બદનામ કરવા માટે તેના ફોટોગ્રાફ્સ સાથે ચેડા પણ કર્યા છે. પોતાની ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે અજાણ્યા લોકો તેને એસ્કોર્ટ ગર્લ કહીને હેરાન કરતા હતા. આ અંગે અમદાવાદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારબાદ સાયબર ક્રાઈમ પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચોઃ IPLમાં વિરાટ કોહલીનો દબદબો, ઓરેન્જ કેપ જીતીને રચ્યો ઈતિહાસ, હર્ષલ પટેલને મળી પર્પલ કેપ
સાયબર ક્રાઈમની તપાસમાં આરોપો સાચા હોવાનું જાણવા મળ્યું
તપાસ બાદ જાણવા મળ્યું હતું કે માધવને છોકરીના પોસ્ટરોને મોર્ફ કરીને અમદાવાદમાં વિવિધ ઇલેક્ટ્રિક ડીપી પર ચોંટાડ્યા હતા. સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. આ પછી પોલીસને ખબર પડી કે માધવન ટેનિસ રમવા માટે વિદેશ ગયો હતો. તે સમયે માધવન વિરુદ્ધ એલઓસી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, માધવન અને ફરિયાદી બંને એકબીજાને પહેલા જાણતા હતા, પરંતુ કોઈ કારણોસર બંને વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી. આ પછી, માધવને ઇન્સ્ટાગ્રામ પરથી છોકરીના ફોટા ડાઉનલોડ કર્યા, તેની પ્રિન્ટ આઉટ લીધી અને તેને આખા શહેરમાં મૂકી દીધી. આ પોસ્ટર્સમાં છોકરીને એસ્કોર્ટ અને સેક્સ વર્કર તરીકે વર્ણવવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.