બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:57 PM, 7 August 2024
કયા માર્ગે મોત આવશે તેની કોઈને ખબર નથી. હવે જોવોને બિલ્ડિંગના ઊંચા માળેથી પટકાયેલા કૂતરાએ 3 વર્ષની બાળકીને મારી નાખી. કલ્પ્યું ન હોય તેવું મોત કહેવાયને આ? મુંબઈને અડીને આવેલા થાણેમાં એક ત્રણ વર્ષની બાળકીનું એક કરુણ અકસ્માતમાં મોત થયું હતું. મહિલા જ્યારે 3 વર્ષની બાળકીને લઈને જઈ રહી હતી ત્યારે તેની ઉપર આવેલી બિલ્ડિંગના પાંચમા માળેથી એક પેટ ડોગ પટકાયો હતો જેની નીચે આવી જતાં બાળકીનું મોત થયું હતું.
ADVERTISEMENT
#Thane: A dog fell on a 3-year-old girl from the 5th floor, the girl died, the entire incident in Mumbra was captured on CCTV.
— Siraj Noorani (@sirajnoorani) August 7, 2024
The dog is a Golden Retriever, the dog is also injured.#Mumbai #Doglover #Maharashtra #Viral #Viralvideo #goldenretriever pic.twitter.com/YvKd0jBwLc
પેટ ડોગના વજન નીચે દબાઈ માસૂમ
ADVERTISEMENT
આ ઘટનાનો એક વીડિયો થાણે જિલ્લાના મુંબ્રા વિસ્તારના અમૃત નગરમાંથી સામે આવ્યો છે. વીડિયોમાં ત્રણ વર્ષની બાળકી એક મહિલા સાથે રસ્તા પર ચાલતી જોવા મળે છે. બાળકી અમૃત નગરમાં ચિરાગ મેસન બિલ્ડીંગ નજીકથી પસાર થવા લાગે છે કે તરત જ પાંચમા માળેથી એક કૂતરો નીચે રસ્તા પર ચાલી રહેલી માસૂમ બાળકી પર પડી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કૂતરો છોકરી પર પડ્યો પછી આજુબાજુના લોકો એક ક્ષણ માટે ચોંકી ગયા, શું થયું. પછી બીજી જ ક્ષણે, તેની સાથે ચાલી રહેલી મહિલા રસ્તા પર પડી ગયેલી છોકરીને તેના ખોળામાં ઉપાડે છે અને દોડવા લાગે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ભારે કૂતરો તેના પર પડતાં બાળકી બેભાન થઈ ગઈ હતી.
કૂતરાનો વાળ પણ વાંકો ન થયો
ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે 5મા માળેથી પટકાયાં હોવા છતાં પણ પેટ ડોગને કંઈ થયું નહોતું. કૂતરો થોડીવાર નીચે પડ્યો રહ્યો, ત્યારબાદ તે ઉભો થઈ ગયો અને ધીમે ધીમે ત્યાંથી જતો રહ્યો જોકે તેને નજીવી ઈજા પહોંચી હતી તેની પણ સારવાર કરાવાઈ હતી.
કૂતરા જાતે પડ્યો કે કોઈએ ધકેલ્યો
આ ઘટનામાં કૂતરો આખરે પડ્યો કઈ રીતે તે પણ તપાસનો વિષય છે, તે જાતે પડ્યો હતો કે કોઈએ તેને ઉપરથી ફેંક્યો હતો. આટલી ઊંચાઈએથી કૂતરો પડ્યો કેવી રીતે તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનાલી સેક્સ વર્કર મર્ડર / ભોગવવા વેશ્યા લાવ્યો, બન્યું એવું કે ટુકડા કરીને બેગમાં ભરીને ફેંક્યાં, કંપારી વછૂટતો કાંડ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.