girl dead body found in unnao former sp minister fateh bahadur singh son accused police investigatio
ઉન્નાવ /
દલિત યુવતીની હત્યા કરીને દાટી દીધી, આશ્રમ પાસેથી મળ્યો મૃતદેહ, પૂર્વ મંત્રીના દીકરા પર આરોપ
Team VTV01:19 PM, 11 Feb 22
| Updated: 01:35 PM, 11 Feb 22
ઉત્તર પ્રદેશ પોલીસને ઉન્નાવમાંથી એક યુવતીની લાશ મળી છે, જેની હત્યાનો આરોપ સમાજવાદી પાર્ટીના પૂર્વ મંત્રી ફતેહ બહાદૂર સિંહના પુત્ર રાજોલ સિંહ પર લાગ્યો છે.
ઉત્તર પ્રદેશ પોલીસને ઉન્નાવમાંથી એક યુવતીની લાશ મળી
હત્યાનો આરોપ સમાજવાદી પાર્ટીના પૂર્વ મંત્રીના પુત્ર પર લાગ્યો
FIR નોંધાયા બાદ આરોપીની કરાઈ ધરપકડ
પરિવારજનોમાં આક્રંદનો માહોલ
ઉલ્લેખનીય છે કે ઉન્નાવમાંથી જે પ્લોટમાંથી યુવતીની લાશ મળી છે, તેનો માલિક આરોપી રાજોલ સિંહ જ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એએસપી શશિ શેખર સિંહે કહ્યું કે ગત 8 ડિસેમ્બરે આ મામલે FIR નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ બાદ યુવતીની લાશને લઇ લેવામાં આવી. લાશનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. લાશ મળ્યાં બાદ યુવતીના પરિવારજનોમાં આક્રંદનો માહોલ છવાયો છે. મૃતક યુવતીની માતાએ જણાવ્યું હતુ કે રાજોલ સિંહ તેની દીકરીને બળજબરીપૂર્વક પોતાની સાથે લઇ ગયો હતો. આ મામલે FIR નોંધાઈ. પરંતુ તેની દીકરીની કોઈ ભાળ મળી નહીં.
Lucknow, UP | Rajol Singh, (son of late ex-minister Fateh Bahadur Singh) forcefully took my daughter 50 days ago. FIR was registered but my daughter is still with him: Rita Devi from Unnao pic.twitter.com/Nwl52gxl3H