સેક્સને લઇને હંમેશા લોકો એકબીજા સાથે વાત કરતા અચકાય છે. ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને 27 જૂને સેક્સ માટે એવું નિવેદન આપ્યું હતું કે સ્કૂલોમાં સેક્સ એજ્યુકેશન પર બને લગાવી દેવો જોઇએ. સેક્સ એજ્યુકેશન લઇને ઇસ્ટ ઇન્ડિયા કૉમેડીએ એક વીડિયો બનાવ્યો છે, જેમાં સરકાર દ્વારા માન્ય પ્રાપ્ત sex educationના લેક્ચર ક્લાસને દેખાડવામાં આવ્યો છે.
આ વીડિયો 14 જુલાઇએ સોશિયસ સાઇટ પર વાયરલ થયો અને અત્યાર સુધી એને 2.5 લાખથી વધારે લોકો જોઇ ચુક્યા છે. સોશિયલ મીડિયા પર એનો જોરદાર વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોની શરૂઆત થા છે એક ક્લાસરૂમથી જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ હાજર છે. ક્લાસરૂમના બ્લેકબોર્ડ પર લાલ ચૉકથી લખેલું છે ‘Sex Education (Govt approved)’…
વીડિયોમાં ટીચર વિદ્યાર્થીઓને સંભોગ શિક્ષા માટે જાણકારી પોતાની રીતથી જ આપવાનો પ્રયત્ન કરે છે. ટીચર વિદ્યાર્થીઓને ચાર્ટ દ્વારા કંઇક દેખાડે છે.
ક્લાસમાં ટીચર બાળકોને ઇન્ડિયન કલ્ચર અને ફીમેલ વેલ્યૂઝ માટે જણાવે છે અને સાથે એવું પણ જણાવે છે કે બાળક ભગવાનની ભેટ હોય છે પરંતુ સાથે એવું પણ કહે છે કે જો છોકરી પેદા થાય તો ખાપ પંચાયત પાસે રિટર્ન પોલિસી પણ હોય છે.
વિદ્યાર્થીઓ જ્યારે શિક્ષકને પ્રશ્ન કરે છે તો ટીચર એવું કહે છે કે Eyy This is Government Approved Syllabus…
સેક્સ એજ્યુકેશનની વાત જ્યારે હોમોસેક્સુએલિટી સુધી પહોંચે છે તો ટીચર જણાવે છે કે કેમ ભારતમાં ગે કલ્ચર માન્ય નથી. ટીચર પ્રમાણે છોકરો જો છોકરા સાથે લગ્ન કરશે તો દહેજ મળશે નહીં, જ્યારે લેસ્બિયન કલ્ચર સારું છે કારણ કે બંને તરફથી દહેજ મળશે. સેક્સ એજ્યુકેશનનો ક્લાસ કેવી રીતે પૂરો થાય છે અને એવું તો શું થઇ જાય છે કે ક્લાસમાં હાજર એક છોકરી ઊભી થઇને બૂમો પાડવા લાગે છે Sex, Sex, Sex…