બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / બાળકીની બકરીને રાંધી ખાવાનો શ્રાપ લાગ્યો અધિકારીને, થઈ ભૂંડી વલે, 3 કરોડમાં છૂટ્યો

વિશ્વ / બાળકીની બકરીને રાંધી ખાવાનો શ્રાપ લાગ્યો અધિકારીને, થઈ ભૂંડી વલે, 3 કરોડમાં છૂટ્યો

Last Updated: 11:06 PM, 6 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેલિફોર્નિયામાં એક છોકરીની મનપસંદ બકરીની હરાજી કરવામાં આવી હતી, જેને પાછળથી ખાઈ જવામાં આવી હતી. કોર્ટે બાળકીને 2.5 કરોડ રૂપિયા વળતર તરીકે આપ્યા હતા. જાણો સમગ્ર મામલો શું છે.

California: બાળકીએ પ્રેમથી બકરી પાળી હતી. તે હરાજીમાં ઊંચા ભાવે વેચવામાં આવી હતી. આ બકરીને ખરીદનાર અને ખાનારા અધિકારીઓને હવે 2 વર્ષ બાદ પેટમાં દુખાવો થવા લાગ્યો છે. કારણ એ છે કે કોર્ટે આ બકરીની હરાજી કરીને તેને રાંધવાના ગુના બદલ બાળકીને 2.5 કરોડ રૂપિયા વળતર તરીકે આપવાનો આદેશ આપ્યો છે. આ ઘટના કેલિફોર્નિયાના શાસ્તા જિલ્લામાં બની હતી. પરંતુ અધિકારીઓએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે એક બકરીની આટલી કિંમત હશે.

બકરીનું નામ સીડર હતું

જેસિકા લેન્ડ તેની પુત્રીને ડેરી અને ફાર્મિંગ વિશે વ્યવહારિક રીતે શીખવવા માટે બકરીનું બચ્ચું લઈને આવી હતી. જીવનનો પાઠ ભણાવવા માટે લાવેલી બકરી બાળકીની લાડકી બની હતી. આ બકરીનું નામ સીડર હતું. બકરી, પ્રેમથી ઉછેરથી સ્વસ્થ થઈને મોટી થઈ હતી. આખું ગામ આ બકરી પર નજર રાખી રહ્યું હતું.

બકરીને ખેંચીને લઈ ગયા

શાસ્તા જિલ્લામાં 2022માં સરકારી સમર્થન સાથે હરાજી યોજાઈ હતી. સ્થાનિક અધિકારીએ બાળકી દ્વારા પાળેલા બકરીને હરાજીમાં મૂકવાનો સીધો આદેશ આપ્યો હતો. આ માટે 11 વર્ષની બાળકી અને તેની માતા જેસિકાએ ઘણી વિનંતી કરી. પ્રેમથી પાળેલી બકરીને હરાજીમાંથી બહાર રાખવા અનુરોધ કરાયો હતો. પરંતુ સ્થાનિક અધિકારીના આદેશથી કર્મચારીઓ આવીને બકરીને ખેંચીને લઈ ગયા હતા.

બાળકી અને માતા બકરી માટે રડતા રહ્યા

બીજી તરફ બાળકી અને માતા બકરી માટે રડતા રહ્યા પરંતુ કોઈ ફાયદો થયો નહીં. હરાજી પહેલા, છોકરીએ તેણે પાળેલી બકરી પાછી આપવા વિનંતી કરી. બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. અહીં હરાજીમાં બકરી 902 યુએસ ડૉલરમાં વેચાઈ હતી. બીજી તરફ યુવતીએ બકરી ખરીદનારને બકરી પરત કરવા વિનંતી કરી હતી. પરંતુ આ પ્રયાસ પણ નિષ્ફળ ગયો.

PROMOTIONAL 10

ઘટનાથી બાળકીને ઘેરો આઘાત લાગ્યો

તે સમયે બકરીની હરાજીનું આયોજન કરનારા અધિકારીઓનો ખુશીનો કોઈ પાર ન હતો. અહીં ખરીદતાંની સાથે જ બકરીનો ખોરાક તૈયાર કરવામાં આવતો હતો. આ ઘટનાથી બાળકીને ઘેરો આઘાત લાગ્યો હતો. બકરી હવે નથી એ વાત છોકરી પચાવી ન શકી. જેના કારણે યુવતી માનસિક રીતે ભાંગી પડી હતી. અહીં બાળકીની માતા ગુસ્સામાં કોર્ટ પહોંચી હતી. છેલ્લા બે વર્ષથી સતત કાયદાકીય લડાઈ લડી રહેલી બાળકીની માતાને જીત મળી છે.

વધુ વાંચો : મોત પછી પણ તમે પોતાના સાથે કરી શકશો વાત, બસ કરવું પડશે આ કામ

અધિકારીઓ વળતર ચૂકવવા તૈયાર થયા

કારણ એ છે કે કોર્ટ કોઈ આદેશ આપે તે પહેલા જ અધિકારીઓ વળતર ચૂકવવા તૈયાર થઈ ગયા હતા. આ અંતર્ગત યુવતીને વળતર તરીકે 2.5 કરોડ રૂપિયા આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હવે અધિકારીઓએ યુવતીના નામે દંડ તરીકે મોટી રકમ જમા કરાવી છે. પરંતુ આ રકમમાંથી બાળકી અને તેની માતાને કોઈ ખુશી મળી ન હતી. બકરી ન હોવાનું દુ:ખ તેમને સતાવી રહ્યું છે.

2 વર્ષથી લડતા હતા કાયદાકીય લડાઈ

આ કાયદાકીય લડાઈ પૈસા માટે નહોતી, અમે છેલ્લા 2 વર્ષથી લડી રહ્યા છીએ. આ એક પાઠ હોવો જોઈએ. બાળકીના મન પર અસર કરતી આ ઘટના તમામ સત્તાવાળાઓ માટે ચેતવણી સમાન છે, તેમ બાળકીની માતા જેસિકાએ જણાવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

California Pet Goat World
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ