Gir Somnath sonal gold medal judo khelo india competition
ગોલ્ડ મેડલ /
ગીરસોમનાથના પેઢાવાડા ગામના રીક્ષા ચાલકની દીકરીએ દેશમાં ગુજરાતનું નામ કર્યું રોશન, મેળવી આ સિદ્ધી
Team VTV11:58 PM, 24 Jan 21
| Updated: 11:59 PM, 24 Jan 21
એક ગરીબ પરિવારની દીકરીએ આજે ગુજરાતનું નામ દેશમાં રોશન કર્યું છે. કારણ કે, આ દીકરીએ દેશમાં યોજાયેલ ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં જુડોની રમત ગોલ્ડ મેડલ જીત્યો છે.
ગુજરાતનું નામ રોશન કરની સોનલ
જુડોમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
ખેલો ઈન્ડિયામાં દેશ લેવલે મેળવી જીત
'દીકરી મારી વ્હાલનો દરિયો..એ જીવનભર છલકાય, પામતા જીવન માત-પિતાનું ધન્ય થઈ જાય' આ સુંદર પંક્તી આજે ગીરસોમનાથના પેઢાવાડાની દીકરીએ સાર્થક કરી બતાવી છે. કારણ કે, ગરીબ માતા-પિતાની દીકરીએ જુડોની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી માતા-પિતાનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. સોનલ ડોડિયાએ હાલમાં જ દેશ લેવલે યોજાયેલ ખેલો ઈન્ડિયામાં ભાગ લીધો હતો. જેમાં તેણે જુડોમાં ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો છે.
રીક્ષા ચલાવે છે સોનાલના પિતા
સોનલ એક ગરીબ પરિવારમાંથી આવે છે. સોનલના પિતા ભુપતભાઈ રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાતન ચલાવે છે. સોનલના પરિવારમાં તેઓ ત્રણ ભાઈ-બહેન અને માતા-પિતા મળી કૅલ 5 લોકો રહે છે. અને આ તમામનું ભરણ-પોષણ પિતા જ કરે છે. સોનલના પિતાએ તો ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે, 10માં ધોરણમાં ભણતી તેમની દીકરી જુડો ક્ષેત્રે સિદ્ધિ હાંસિલ કરી ગુજરાત અને દેશનું નામ ઈન્ટરનેશનલ લેવલે રોશન કરશે.
અત્યાર સુધીમાં 19 મેડલ જીત્યા સોનલે
સોનલની મહેનત અને સફળતાની કહાની અંગે વાત કરીએ તો સોનલ પ્રથમ વખત જુડોમાં પસંદગી રાજકોટ ખાતે થઈ હતી. મહાકુંભમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ નડિયાદ એકેડેમી ખાતે એડમિશન મેળવ્યું. જ્યાં સખત મહેનત કરી અને ખેલો ઈન્ડિયામાં ગોલ્ડ મેડલ સુધીની સફળ સફર કરી. આજ સુધીમાં સોનલ 6 ગોલ્ડ મેડલ, બ્રોન્ઝ અને સિલ્વર સહિત 19 મેડલ મેળવ્યા છે. સોનલની આ સિદ્ધિ પર ગુજરાતને અને દેશને ગર્વ છે. ત્યારે આશા રાખીએ કે, આ દીકરી આવનાર વર્ષોમાં વધુ આગળ વધે અને હજુ પણ દેશનું નામ રોશન કરતી રહે.