બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગીર સોમનાથના ધારાસભ્યએ DGPને લખ્યો પત્ર, દારૂ અને ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણનો આક્ષેપ
Last Updated: 07:31 PM, 15 June 2024
રાજ્યમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ છે, છતા પણ અવાર નવાર દારૂ ઝડપાવું તેમજ દારૂ પીધેલી હાલમાં લોકો મળી આવવી એ સામાન્ય બાબત જેવું થઈ ગયુ હોય તેવું જણાય છે, ત્યારે આ બધાની વચ્ચે વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ દારૂ અને જુગારધામને લઈ ગંભીર આરોપ કર્યો છે તેમજ સ્થાનિક પોલીસ પર પણ ગંભીર આક્ષેપ કર્યો છે.
ADVERTISEMENT
દારૂને લઈ વિમલ ચુડાસમાનો ગંભીર આરોપ
ADVERTISEMENT
ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આક્ષેપ છે કે, વેરાવળ, ભીડીયા, પાટણમાં ખુલ્લેઆમ દેશી દારૂ અને જુગારધામ ધમધમી રહ્યો છે. જે મુદ્દે તેમણે DGP અને ગૃહમંત્રીને પત્ર પણ લખ્યો છે. જે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, ગલીઓમાં ક્રિકેટના સટ્ટા રમાય છે. વધુમાં પત્રમાં જણાવ્યું છે કે, SPને રજૂઆત કરવા છતાં દારૂનો વેપલો અને જુગારધામ સામે કાર્યવાહી શૂન્ય છે. નશા અને ક્રિકેટ સટ્ટાના રવાડે યુવાધન ચઢી રહ્યું હોવાની પત્રમાં ચિંતા વ્યક્ત કરી છે. સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ જુગારધામ, દારુના વેપલા ચાલતા હોવાનો પણ આરોપ કર્યો છે.
વાંચવા જેવું: ગુજરાત પોલીસને મોટી સફળતા, કચ્છમાંથી એક જ અઠવાડિયામાં 61 કરોડથી વધારેનું ડ્રગ્સ ઝડપ્યું
'એસપીને રજૂઆત કરી હતી'
તેમણે કહ્યું કે,મને લોકો દ્વારા રજૂઆત કરવામાં આવતા મેં આ મુદ્દે એસપીને રજૂઆત કરી હતી. જો કે, એસપીએ જણાવ્યું હતું કે, આ મુદ્દે કાર્યવાહી કરાશે. વધુમાં લોકલ પોલીસની મીઠ્ઠી નજર હેઠળ દારૂ, જુગારધામ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે. વધુમાં કહ્યું કે, જો આ બાબતે કાર્યવાહી નહી કરાય તો આગામી દિવસોમાં ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT