બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gir somnath Farmers gir mango flowering process

માવઠું નડ્યું / કેસર કેરીના રસિયા માટે માટા સમાચાર: હજુ સુધી કેરીના બગીચાઓમાં મોર ફૂટવાની પ્રક્રિયા ન થતા ખેડૂતો મુંઝવણમાં

Hiren

Last Updated: 04:48 PM, 12 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીરમાં કેસર કેરીનાં બગીચામાં મોર ફૂટવાની પ્રક્રિયા ન થતા ખેડૂતોની મુંઝવણ વધી છે. મોર ફૂટવાની પ્રક્રિયાને લઈ ખેડૂતો આંબામાં દવાનો છંટકાવ કરી રહ્યા છે.

  • ગીરમાં કેસર કેરીના ઉત્પાદનમાં મુશ્કેલી
  • હજારો હેકટર જમીનમાં વાવણી
  • માવઠાના કારણે ખેડૂતોને આર્થિક ફટકો

ગીરમાં પ્રખ્યાત કેસર કેરીનું ઉત્પાદન થાય છે અને હજારો હેક્ટર જમીનમાં આંબાના બગીચાઓ આવેલા છે. જોકે આ કેસર કેરીના બગીચાઓ પર ચાલુ વર્ષે ઋતુનું ગ્રહણ લાગ્યું હોય તેમ જણાઇ રહ્યું છે. કારણ કે સામાન્ય રીતે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુવારી એમ ત્રણ તબક્કામાં આંબાના બગીચાઓમાં ફ્લાવરિંગ થવાની પ્રક્રિયા થતી હોય છે.

જોકે ઘણા ખરા બગીચાઓમાં તો દિવાળી બાદ ફ્લાવરિંગ થવા લાગે છે. પરંતુ ચાલુ વર્ષે ડિસેમ્બર અડધો માસ પસાર થવા આવ્યો હોવા છતાં હજુ પણ કેસર કેરીના બગીચાઓમાં મોર ફૂટવાની પ્રક્રિયા ચાલુ થઈ નથી. જેમને લઈ ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે.

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં આવેલ કેસર કેરીનાં બગીચાઓમાં નવેમ્બર માસમાં મોર ફૂટની પ્રક્રિયા પ્રથમ તબક્કા સમયે જ વાતાવરણ યોગ્ય ન રહેતા અને કમોસમી વરસાદ થતા આંબાવાડીઓમાં મોર ફૂટવાની પક્રિયા અટકી પડી છે. અને જીવાતનો ઉપદ્રવ વધતા ખેડૂતોએ દવા છંટકાવ શરૂ કર્યો છે.

સામાન્ય રીતે ગીર પંથકમાં કારતક માસમાં ઠંડીનાં અભાવ વચ્ચે વાદળછાયા વાતાવરણથી અસહ્ય ઉકળાટ જોવા મળ્યો હતો. જેથી આંબાવાડીઓમાં તેની સીધી અસર જોવા મળી રહી છે. જો યોગ્ય મોરની ફૂટ જોવા ન મળે તો ઉત્પાદન પણ ઘટી શકે છે. જેથી ખેડૂતોને આર્થિક ફટકો પડી શકે તેમ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ