બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Gir saffron mango market Product Saffron Mango Price

હતાશ / સ્વાદરસિયા નિરાશઃ ગીરની કેસર કેરીની આવકમાં ૫૦ ટકાનો ઘટાડો, પણ ભાવમાં ૨૦૦ ટકાનો વધારો

Vishnu

Last Updated: 09:16 PM, 24 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

૧ જૂન પછી કેસર કેરીની આવક સાવ ઘટી જશે,  કેરીની આવકમાં ૫૦ ટકાનો ઘટાડો અને ભાવમાં ૨૦૦ ટકાનો વધારો થયો

  • લોકો આ સિઝનમાં ધરાઈને કેરીનો સ્વાદ માણી શકશે ખરા?
  • કેરી રસિકો માટે માઠા સમાચાર
  • કેસર કેરીની આવક ઘટી ભાવ વધ્યા

છેલ્લા એક મહિનાથી ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરીની રાહ જોઈ રહેલા સ્વાદરસિયાઓ માટે નિરાશાજનક સમાચાર છે કારણ કે બજારમાં હજુ કેરીની વધુ આવક થાય તે પહેલાં જ તેની આવકમાં ૫૦ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ૧૦ કિલો કેસરના બોક્સનો હોલસેલ ભાવ રૂ.  ૬૦૦થી ૯૦૦નો જોવા મળ્યો હતો. જે રિટેલ બજારમાં આવતાં રૂ.૮૦૦થી ૧,૨૦૦ થશે. ૧ જૂન સુધી કેરીની આવક જોવા મળશે ત્યાર બાદ આવક સાવ  ઓછી થશે. જેના કારણે કેરીની મબલખ આવક થશે અને ભાવ ઘટશે તેવી લોકોની અપેક્ષા ઠગારી નીવડશે. આમ ગીરની કેસર કેરીની આવકમાં ૫૦ ટકાનો ઘટાડો અને ભાવમાં ૨૦૦ ટકાનો વધારો થયો છે.

ગત વર્ષ કરતાં બોક્સની અડધી આવક ભાવ ડબલ
યાર્ડમાં ગત વર્ષે ૩૦,૦૦૦ બોક્સની આવક હતી. ત્યારે આ વર્ષે અડધી ૧૫,૦૦૦ બોક્સની આવક જોવા મળતાં ૫૦ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તૌકતે વાવાઝોડાની અસર અને સાથે હવામાન અનુકૂળ નહીં આવતાં આ વર્ષે કેસર કેરીની આવક સતત ઘટી રહી છે. તેની સામે યાર્ડના હોલસેલ વેપારીના મતે ૧ જૂન સુધી કેસર કેરીની આવક જોવા મળશે. ત્યાર બાદ કેરીની આવક ઓછી થતી જશે. વર્ષ ૨૦૨૧માં કેસર કેરીના ૬.૪૭ લાખ બોક્સની આવક થઇ હતી. જે આ વર્ષે ૨૦૨૨માં ઘટીને  ૧.૦૭ લાખ બોક્સ થઇ છે. હજુ ૧ મહિનો સિઝન બાકી છે પરંતુ તેમાં વધુમાં વધુ ૨,૦૦,૦૦૦ બોક્સની આવકનો અંદાજ છે. આમ, કેસર કેરીનો સ્વાદ માણવો ગરીબ, મધ્યમ વર્ગના પરિવારોને વધુ મોંઘો પડશે.

કેસરની મોંઘી પડતાં..
કેરીની સિઝન શરૂ થઈ ત્યારે દસ કિલોના એક બોક્સનો ભાવ રૂ. ૧,૦૦૦થી ૧,૨૦૦ જોવા મળ્યો હતો. હવે કેરીની આવકમાં થોડો વધારો થયો ત્યારે કેસર કેરીના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છૂટક વેચાણ કરીને ખરીદી કરતા વેપારીના મતે કેસર કેરીની જેટલી આવક છે તેની સામે છૂટકમાં વેપાર નથી અને બજારમાં પૂરતા ભાવ પણ નથી મળતા. કારણ કે કેરી આ વર્ષે મોંઘી હોવાના કારણે લોકો વિકલ્પમાં બદામ કે તોતા કેરી જેવી અન્ય કેરીનો ઉપયોગ કરે છે.

કેસર કેરીની આવક અને ભાવનો અંદાજ

  • વર્ષ ૨૦૧૮: આવક ૬,૪૭,૭૮૬ બોક્સ: સરેરાશ ભાવ ૧૦ કિલોના એક બોક્સના ૫૦૦ રૂપિયા.
  • વર્ષ ૨૦૧૯: આવક ૫,૪૩,૫૦૯ બોક્સ: સરેરાશ ભાવ ૬૭૩ રૂપિયા.
  • વર્ષ ૨૦૨૦: આવક ૫,૧૪,૧૪૨ બોક્સ: સરેરાશ ભાવ ૬૮૦ રૂપિયા.
  • વર્ષ ૨૦૨૧: આવક ૬,૫૧,૦૫૧ બોક્સ: સરેરાશ ભાવ ૫૭૦ રૂપિયા.
  • વર્ષ ૨૦૨૨: ૧૮ એપ્રિલ સુધીમાં આવક ૧,૦૭,૪૦૧ બોક્સ: સરેરાશ ભાવ ૧,૧૪૫ રૂપિયા.

પડ્યા પર પાટું: પવન ફૂંકાતાં કેરીઓ ખરી પડી
ચાલુ વર્ષે કેરીનો પાક ઓછો છે, ત્યારે છેલ્લા ત્રણ દિવસથી પવન અને વાદળછાયા વાતાવરણથી કેરી પકવતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. ત્યારે આમ પણ કેરી આ વર્ષે ઓછી છે તેમાંય છેલ્લા ત્રણેક દિવસથી વાદળછાયું વાતાવરણ અને પવનની વધેલી ગતિએ આંબે ઝૂલી રહેલો કેરીનો પાક પણ નિષ્ફ્ળ જઈ રહ્યો છે. ઝડપથી ફૂંકાતા પવનના કારણે અનેક આંબાવાડીઓમાં કેરીઓ ખરી પડેલી જોવા મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gir Mango Market Saffron Mango Saffron Mango Price આવક ઉત્પાદન કેરી માર્કેટ કેસર કેરી કેસર કેરી ભાવ ખેડૂતો ગીર પવન Saffron mango
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ