બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gir: Lion came to the village for water

Viral / વનરાજે તરસ છીપાવવા ગામમાં લગાવી લટાર, ગીર વિસ્તારનો વીડિયો વાયરલ

vtvAdmin

Last Updated: 05:57 PM, 7 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આકાશમાંથી ધમધોખતા આ તડકાથી માત્ર મનુષ્ય જ નહીં  પણ પરંતુ જંગલના રાજા પણ ત્રાસી ગયા છે. ગરમીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે એશિયાટીક સિંહોના જંગલમાં પણ હવે પાણીના સ્ત્રોતો નથી રહ્યા.

એ જ કારણ છે કે હવે વનરાજા પીવાના પાણીની શોધમાં ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે સાસણ ગીરના એક ગામનો વીડિયો સામે આવ્યો છે. જેમાં સિંહ ગ્રામ્ય વિસ્તારમાં પાણીની ટાંકીમાંથી પાણી  પીતો નજરે પડી રહ્યો છે. 

ત્યારે પાણીના કુંડમાંથી પાણી પીતા સિંહને સ્થાનિક લોકોએ પોતાના મોબાઈલમાં કંડાર્યો હતો. તો કેટલાક લોકોએ સિંહ સાથે સેલ્ફી પણ લીધી હતી. ગરમીના કારણે સિંહ પાણીની શોધમાં રહેણાંક વિસ્તારમાં જઈ રહ્યા છે. 

ત્યારે આવા અનેક વીડિયો સામે આવ્યા છે. જેમાં દ્રશ્ય જૂનાગઢના સાસણ ગીરના છે. તો અન્ય ત્રણ દ્રશ્ય અમરેલી જિલ્લાના અલગ અલગ વિસ્તારના છે. જેમાં દેખાઈ રહ્યું છે કે સિંહ પાણી માટે ફાંફા મારી રહ્યા છે અને રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી પોતાની તરસ છિપાવી રહ્યા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ