બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મોડી રાત્રે શિકારની શોધમાં નીકળેલા સિંહો ગીર ગઢડામાં ઘૂસી જતા ગ્રામજનોમાં ખૌફ, સમગ્ર ઘટના CCTVમાં કેદ
Last Updated: 06:52 PM, 9 October 2024
ગીર વિસ્તારમાં સિંહ દેખાવાની ઘટના અવારનવાર બનતી રહે છે. ત્યારે આ વખતે ગીર ગઢડામાં રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં ત્રણ સિંહો આવી ચડ્યા હોવાના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. ગીર ગઢડામાં રાધે ક્રિષ્ના ચોકમાં ગાયનો શિકાર કરતા ત્રણ સિંહો જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
પંથકમાં ભયનો માહોલ
ADVERTISEMENT
નવરાત્રીનો સમય હોય ત્યારે લોકો મોડી રાત સુધી હરતાં ફરતાં હોય છે ત્યારે હવે સિંહો શહેરમાં આવી જવાથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: આ છે રાજકોટની યાગરાજ સોસાયટીના ગરબા, જ્યાં છેલ્લા 5 વર્ષથી દીકરીઓ માટે કરાય ફ્રી રાસનું આયોજન, જુઓ Photos
અગાઉ ઉનાના નવાબંદરમાં સાવજ જોવા મળ્યા હતા
થોડા દિવસ અગાઉ ઉનાના નવાબંદરમાં રામજી મંદિર પાસે શિકારની શોધમાં સિંહ આવી ચડ્યો હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા. નવાબંદર ગામ દરિયાઈ પટ્ટી વિસ્તારનું ગામ છે જ્યાં અવારનવાર અહીંના વીડિયો સામે આવે છે. સિંહ આવવાનું ગ્રામજનોને ધ્યાને આવતા ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.