આદુમાં પોટેશિયમ, આયર્ન, એન્ટી ઓક્સીડન્ટ્સ, કેલ્શિયમ અને વિટામીન્સ હોય છે જે અનેક રોગની સાથે ઈમ્યુનિટી મજબૂત કરવામાં મદદ કરે છે.
હેલ્થ માટે બેસ્ટ છે આદુનો આ ઉપયોગ
ગુણોનો ખજાનો છે આદુ
અનેક રોગમાં કરે છે મદદ
ભારતીય રસોડું કોઈ દવાખાનાથી ઓછું હોતું નથી. અહીં અનેક રોગનો ઉપાય મળી રહે છે. કિચનમાં આયુર્વેદ સાથે જોડાયેલી અનેક ચીજો હોય છે. અનેક બીમારીથી રાહત મેળવવામાં આદુ અને તેના છોતરા પણ મદદ કરે છે. તેમા પોટેશિયમ, આયર્ન, એન્ટી ઓક્સીડન્ટ્સ, કેલ્શિયમ અને વિટામીન્સ હોય છે જે અનેક રોગની સાથે ઈમ્યુનિટી મજબૂત કરવામાં મદદ કરે છે. ખાસ કરીને જોવા મળે છે કે આદુને હંમેશા છોલીને તેના છોતરાને ફેંકી દેવામાં આવે છે. પરંતુ તમે આ છોતરાનો ઉપયોગ જાણી લેશો તો તમે ફરીથી તેને ફેંકશો નહીં.
ઉધરસમાં કરે છે મદદ
ઉધરસથી રાહત મેળવવા માટે આદુને કારગર માનવામાં આવ્યું છે. આ માટે આદુના છોતરાને ભેગા કરીને પહેલાં તેને તડકામાં સૂકવી લો અને પછી તેને એક મિક્સરમાં નાંખો અને તેનો પાવડર બનાવી લો. જ્યારે પણ ખાંસીની સમસ્યા હોય તો તમે આદુનો પાવડર અને મધને બરોબર પ્રમાણમાં મિક્સ કરીને તેને હૂંફાળા પાણીની સાથે પીઓ. તમને આરામ મળશે.
શાકનો સ્વાદ વધારે છે
જો તમે શાકનો સ્વાદ વધારવા માટે આદુના છોતરાનો ઉપયોગ કરો છો. ફ્લાવર, કોબીજ જેવા શાકને સ્ટીમ કરતા પહેલાં તેમાં આદુના છોતરા નાંખી શકો છો. આવું કરવાથી શાકમાં સારો સ્વાદ આવે છે અને હેલ્થ સારી રહે છે.
આદુના છોતરાની ચા
ખાસ કરીને લોકો આદુની ચા પીવાનું પસંદ કરે છે. ચા બનાવતી સમયે તમે આદુના છોતરાને ઘોઈને ચા પત્તીની સાથે પાણીમાં ઉકાળી લો અને પછી દૂધ મિક્સ કરીને ચા બનાવી લો. આદુમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ્સના ગુણ તમારી ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.
પેટની તકલીફોને કરે છે દૂર
પેટ સંબંધી વિકારોને દૂર કરવામાં આદુના છોતરા તમારી મદદ કરે છે. આદુના છોતરાને પાણીમાં ઉકાળીને તેનું સેવન કરવાથી પેટ સંબંધી બીમારીઓ દૂર થાય છે.
સૂપમાં કરી શકાય છે ઉપયોગ
આદુના છોતરાને તમે સૂપ બનાવવામાં પણ ઉપયોગમાં લઈ શકો છો. તેનાથી તમારા સૂપનો સ્વાદ વધી જશે. આદુના છોતરાની સાથે બધા શાક ઉકાળી લો અને તેનો સૂપ બનાવીને પીવાથી રાહત મળે છે.