જિનેવામાં યૂએનએચઆરસીનાં 42માં સત્રમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનનાં સામાજિક કાર્યકર્તા સેંજ સેરિંગે ગિલગિટ-બાલ્ટિસ્તાનને ભારતનો જ ભાગ ગણાવ્યો. સેરિંગે જમ્મુ-કાશ્મીરથી કલમ 370ને હટાવવા માટે ભારત સરકારનાં નિર્ણયને જ સાચો ગણાવ્યો.
જિનેવામાં યૂએનએચઆરસીનું યોજાયું 42મું સત્ર
બાલાકોટ એર સ્ટ્રાઇકની સફળતાનો સેંજ સેરિંગનો દાવો
કલમ 370 હટાવવી ભારત સરકારનો યોગ્ય નિર્ણય
સેંજ સેરિંગ
સેંજ સેરિંગે કહ્યું કે,
'ગિલગિટ બાલ્ટિસ્તાન ભારતનો જ એક ભાગ છે. સંયુક્ત રાષ્ટ્રનાં સભ્યોએ એ સમજવાનું રહેશે કે પાકિસ્તાન છેલ્લાં 70 વર્ષોથી એક મોટી સમસ્યા બની ગઇ છે. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 કેટલાંક લોકોનાં હાથની રમકડું બની ગઇ હતી કે જેને તેઓને જાતીય અને ધાર્મિક સમૂહો પર 'વીટો પાવર' આપી દીધો હતો. જે લોકોને આનાંથી ફાયદો થઇ રહ્યો હતો. તેઓ પાકિસ્તાની સેનાનાં સહયોગી બની ગયા અને પાકિસ્તાનનાં રણનૈતિક હિતોને જમ્મુ-કાશ્મીરમાં પ્રોત્સાહન આપી રહ્યાં હતાં.'
Senge H Sering, Gilgit-Baltistan activist at the 42nd session of UNHRC in Geneva: Gilgit-Baltistan is part of India. Members of the United Nations need to realise that Pakistan has become a big stumble block for last 70 years. pic.twitter.com/VNymxIRtkL
સેરિંગે બાલાકોટ એર સ્ટ્રાઇકની સફળતાનો દાવો કર્યો હતો
તમને જણાવી દઇએ કે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનનાં બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં પ્રશિક્ષણ શિબિર પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ વિપક્ષી દળો અને પાકિસ્તાને એર સ્ટ્રાઇકની સફળતા પર સવાલ ઉઠાવ્યાં હતાં. સેંજ સેરિંગે ત્યારે આની સફળતાનો દાવો પણ કર્યો હતો. તેમનાં આ દાવા સાથે એક વીડિયો પણ સામે આવ્યો હતો કે જેમાં સેના એમ સ્વીકારી રહી હતી કે એર સ્ટ્રાઇકમાં 200 આતંકીઓ ઠાર કરાયા હતાં.
#Pakistan military officer admits to "martyrdom" of more than 200 militants during Indian strike on #Balakot. Calls the terrorists Mujahid who receive special favors/ sustenance from Allah as they fight to support PAK government [against enemies]. Vows to support families pic.twitter.com/yzcCgCEbmu
સેંરિગે કહ્યું હતું કે, 'હું નથી જાણતો કે આ વીડિયો કેટલે અંશે સાચો છે, પરંતુ એ સત્ય છે કે પાકિસ્તાન સત્ય છુપાવી રહ્યું છે. સેંજે પોતાનાં દાવાઓને લઇને કહ્યું હતું કે, પાકિસ્તાનમાં થયેલી તબાહીને માનવા માટે આ તમામ પુરાવાઓ કાફી છે. બીજી બાજુ ભારતીય એરફોર્સે હુમલો કર્યો અને આતંકીઓને ઠાર કરી દીધાં પરંતુ જો આવું ના થાત તો પાકિસ્તાન તમામ મીડિયાવાળાઓને સંપૂર્ણ રીતે કવર કરવાની પરવાનગી આપતાં.'