Team VTV07:47 AM, 15 Aug 19
| Updated: 07:48 AM, 15 Aug 19
આજે રક્ષાબંધન અને 15મી ઓગસ્ટ નિમિતે મનપાની દ્વારા બહેનોને ભેટ આપવામાં આવી છે. આજે બહેનો આખો દિવસ અડધા ભાડામાં AMTS અને BRTSમાં મુસાફરી કરી શકશે. સુરત, અમદાવાદ બાદ રાજકોટમાં પણ બહેનોને મનપાએ ભેટ આપી છે. જેમાં બહેનો 10 રૂપિયામાં અને બાળકો 5 રૂપિયામાં આખો દિવસ મુસાફરી કરી શકશે.
જ્યારે એસટી નિગમ દ્વારા રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોને ધ્યાને રાખીને પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. જેમાં તહેવારો દરમિયાન અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, રાજટોક, ભાવનગર સહિતના મોટા બસ સ્ટેન્ડથી જરૂરિયાત મુજબ વધારાની બસોનું સંચાલન કરવાની સાથે પેસેન્જરોનો વધુ ધસારો ન થાય તે માટે ટિકિટ બારીઓ સતત ખુલ્લી રખાશે.
એસટી નિગમના જનરલના જણાવ્યા અનુસાર, રક્ષાબંધનથી જન્માષ્ટમી સુધી પ્રવાસીઓનો ખૂબ જ ધસારો રહેતો હોય છે. જેથી વધારાની 1100 બસ દોડાવાશે. મોટા સેન્ટરો પર 24 કલાક ટિકિટ બારીઓ ખુલી રખાશે.