બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / રક્ષાબંધનના તહેવારમાં બહેનનું શું ભેટ આપી શકાય? બ્રાન્ડેડ વસ્તુ અને કિંમત પણ પોસાય તેવી
Last Updated: 10:29 PM, 8 August 2024
ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે, ઓગસ્ટ મહિનામાં ભાઈ અને બહેનનો તહેવાર આવે છે. આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવશે. રક્ષાબંધનના ખાસ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ પોતાની બહેનને પ્રેમથી ગિફ્ટ્સ આપે છે. દર વર્ષે અલગ અલગ ટ્રેન્ડ ચાલતા હોય છે, જેને લઈને કન્ફ્યુઝ થઈ જવાય છે કે બહેનને શું ગિફ્ટ આપવું? તો આજના લેખમાં અમુક ગિફ્ટ્સ વિશે માહિતી માહિતી આપવામાં આવી છે, જેનાથી તમે તમારી બહેન માટે એક સરસ ગિફ્ટ પસંદ કરી શકો.
ADVERTISEMENT
અહીં તમને બ્રાન્ડેડ ગિફ્ટ્સ જોવા મળશે. જે તમારી બહેન માટે બેસ્ટ ગિફ્ટ્સ સાબિત થશે. આ ગિફ્ટ્સ બેસ્ટ અને યાદગાર તો હશે જ પણ સાથે-સાથે તમારી બહેનને ખૂબ ઉપયોગી બનશે. આ બધા જ ગિફ્ટ્સને તમારી બહેનની પસંદગી પ્રમાણે અને તમારા બજેટ પ્રમાણે ખરીદી શકો છો. સૌથી જોરદાર વાત એ છે કે આ ગિફ્ટ્સને તમે ઘરે બેઠા માંગવી શકો છો અને એ પણ ફ્રી ડિલિવરી સાથે.
ADVERTISEMENT
રક્ષાબંધન ગિફ્ટ્સ ફોર સિસ્ટરનું બજેટ શું રહેશે?
આ ગિફ્ટ્સ આઇડીયાને યુઝર્સ દ્વારા ખૂબ સારી રેટિંગ આપવામાં આવી છે, જેને તમે તમારા પ્રમાણે બહેનને ગિફ્ટમાં આપી શકો છો. આ ગિફ્ટ્સની સારી વાત એ છે કે તમે ખરીદતા સમયે 5 થી 10 હજાર સુધીની બચત પણ કરી શકો છો, સાથે જ આ ગિફ્ટ્સ ક્વોલિટીમાં પણ બેસ્ટ છે.
Samsung Galaxy Earbuds Rakhi Gift for Sister
જો તમારી બહેનને સંગીતમાં રસ હોય તો સેમસંગ તરફથી આવતા Galaxy Earbuds ગિફ્ટ આપવા માટે એક સારો વિકલ્પ છે. આ બડ્સ નોઇસ કેન્સલિંગનું ફીચર્સ આપે છે, જે વધારાનો ઘોંઘાટ ઓછો કરે છે.
સેમસંગના ગેલેક્સી બડ્સનો હાઇ ક્વોલિટી સાઉન્ડ સિસ્ટમ અને 360 ઓડિયો સાથે બેસ્ટ કમ્ફર્ટ જોવા મળે છે. આ બડ્સથી તમે એચડી વોઇસ કોલ પણ કરી શકો છો. સેમસંગના ગેલીક્ષી બડ્સની અંદાજિત કિંમત 9,990 છે.
925 Pure Silver Jewellery Set Gift for Sister
તમારી બહેન ઘરેણાંની શોખીન હોય તો તમે આ બ્યુટીફુલ જ્વેલરી સેટ ગિફ્ટમાં આપી શકો છો. આ સેટમાં એક બુટ્ટીનો સેટ, એક વીંટી, એક સરસ નેકલેસ અને એક પાયલ મળે છે.
આ જ્વેલરી સેટની ક્વોલિટી સારી છે જે વર્ષો સુધી ખરાબ પણ નહીં થાય અને ટકાઉ સાબિત થશે. આ સેટ સુંદર હોવાથી કોઈપણ શુભ પ્રસંગે પહેરી શકાય છે. આ જ્વેલરી સેટને તમે અંદાજિત કિંમત 14,000 સાથે ખરીદી ગિફ્ટ આપી શકો છો.
Samsung Galaxy Tab A7 Lite Rakhi Gift
જો તમારી બહેન નાની છે અને કોલેજમાં અભ્યાસ કરે છે. તો તેના માટે સેમસંગ ગેલેક્સી ટેબ એક ઉપયોગી અને સરસ ગિફ્ટ છે. આ ટેબ મજબૂત મેટલ બોડીની સાથે લુક પણ સારું આપે છે. આ ટેબ વજનમાં હલકું હોવાથી તમારી બહેન પોતાની મરજી મુજબ આરામથી લઈને ફરી શકે છે.
આ ટેબમાં તમને વાઇ-ફાઈ અને 4g ફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડની સાથે કોલિંગની સુવિધા પણ આપે છે. 3gb રેમ અને 32gb સ્ટોરેજ સાથે આવતું આ ટેબ પોતાના 8 મેગાપિક્સલના હાઇ ક્વોલિટી કેમેરાના કારણે જબરદસ્ત રિઝલ્ટ આપે છે. સેમસંગ ગેલેક્સી ટેબ A7 લાઇટની અંદાજિત કિંમત 10,490 રૂપિયા છે.
Guess Izzy Women Casual Tote Bag
ગેસ ઇઝીનું હેન્ડ બેગ શાનદાર લુક સાથે આવે છે. આ બેગમાં બે કંપાર્ટમેન્ટ આપવામાં આવ્યા છે, જેમાં આરામથી તમારી બહેનનો તમામ સમાન સમાઈ જશે. આ બેગની વર્ષો સુધી ટકી રહે તેવી મજબૂત ક્વોલિટીની તો વાત જ ન થાય.
આ જબરદસ્ત હેન્ડ બેગને રક્ષાબંધનના દિવસે તમારી બહેનને ગિફ્ટમાં આપી શકો છો. આ હેન્ડ બેગ તમારી બહેનને ખૂબ ગમશે અને જો તમારી બહેન કોલેજ કે ઓફિસ જાય છે તો તેને ખૂબ ઉપયોગી બનશે. ગેસ ઇઝી હેન્ડ બેગ તમને અંદાજિત 15,599 રૂપિયામાં મળી રહેશે.
Fossil Rose Gold Women Watch Gift for Rakhi
ફોસીલ તરફથી આવતી આ વોચ ખૂબ સુંદર છે જેને તમે તમારી બહેનને રક્ષાબંધનના ખાસ દિવસે ગિફ્ટ આપી શકો છો. આ બ્યુટીફુલ વોચ તમારી બહેનને ખૂબ પસંદ આવશે. ફોલિસ વોચ રોઝ ગોલ્ડ કલર અને સ્ટેનલેસ સ્ટીલની બોડીના કારણે જલ્દી ખરાબ પણ નહીં થાય.
ફોસીલની આ વોચને કોઈ લગ્ન, પાર્ટી અથવા ખાસ ફંક્શનમાં પહેરીને જઈ શકો છો. આ વોચની ગોળ ડિઝાઇન અને રોઝ ગોલ્ડ કલર એક અલગ બ્યુટીફુલ લુક આપે છે. ફોસીલની લક્ઝુરિયસ વોચ અંદાજિત 12,494 રૂપિયામાં ખરીદી ગિફ્ટ આપી શકો છો.
રક્ષાબંધન ક્યારે અને શા માટે ઉજવાય?
વધુ વાંચો: શ્રાવણ મહિનામાં "ॐ" ના મંત્ર જાપ પહેલા આ વાતોનું રાખો ધ્યાન, નહીં તો થશે વિપરીત અસર
આ વર્ષે 19 ઓગસ્ટના રોજ રક્ષાબંધન ઉજવવામાં આવશે. આ દિવસે રાખડી બાંધવા માટેનું શુભ મુહૂર્ત 3:44 મિનિટથી રાત્રે 11:55 મિનિટ સુધી રહેશે. રક્ષાબંધનએ ભાઈ-બહેનનો પ્રેમ દર્શાવતો તહેવાર છે. શ્રી કૃષ્ણની કપાયેલી આંગળી પર દ્રોપદીએ સાડીનો કટકો લગાવ્યો હતો, ત્યારે શ્રી કૃષ્ણએ હમેશાં દ્રોપદીનું રક્ષણ કરવાનું વચન આપ્યું હોવાથી રક્ષાબંધન ઉજવવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.