બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ghum hai kisike pyaar me set is on fire, VIDEO

ટેલિવૂડ / જાણીતા શૉને લાગી નજર..'ગુમ હૈ કિસી કે પ્યાર મૈ' સીરિયલના સેટ પર ભભૂકી આગ, અફરાતફરીનો VIDEO આવ્યો સામે

Vaidehi

Last Updated: 07:07 PM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુમ હૈ કિસી કે પ્યારમેં ટેલીવિઝનની પોપ્યુલર સીરિયલ છે. હવે સિરીયલનાં સેટ પરથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સાંજે આશકે ચાર વાગ્યે સીરિયલનાં સેટ પર આગ લાગી હતી.

  • ગુમ હૈ કિસી કે પ્યારમેં સેટ પર લાગી આગ
  • 1000થી વધારે લોકો હતાં હાજર
  • બાળકોનાં શૂટિંગ દરમિયાન લાગી આગ

શનિવારે ગોરેગાંવ સ્થિત સીરિયલનાં સેટ પર શૂટિંગ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન અચાનક આગ લાગવાને લીધે સેટ પર હડકંપ મચી ગયો. આગ લાગવાને લીધે ઘટનાસ્થળ પર ભાગાદોડી શરૂ થઈ ગઈ હતી. આ ઘટના સમયે સેટ પર આશરે 1000થી વધારે લોકો હાજર હતાં. 

હજારથી વધારે લોકો હતાં હાજર
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટેલીવિઝનની પોપ્યુલર સીરિયલ છે. આ સીરિયલનાં સેટ પર હવે ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સાંજે આશરે 4 વાગ્યે સીરિયલનાં સેટ પર આગ લાગી ગઈ હતી. ઘટનાનાં સમયે ત્યાં આશરે 1000થી વધારે લોકો હાજર હતાં. નવાઈની વાત તો એ છે કે આટલા મોટાં સીરિયલનાં સેટ પર આગ બુઝાવવા માટે કોઈપણ ઉપકરણ કે સાધન હાજર નહોતું.

બાળકોનું શૂટિંગ ચાલુ હતું
ગુમ હૈ કિસીકે પ્યાર મેં સેટ પર આગ એટલી ભયંકર હતી કે તે અપની તેરી-મેરી દુનિયાનાં સેટ સુધી પહોંચી. મોટી વાત તો એ છે કે આગ લાગી તે સમયે સેટ પર બાળકોનો સીન શૂટ થઈ રહ્યો હતો. આ તમામ માહિતી All Indian Cine Workers Association નાં અધ્યક્ષ સુરેક્ષ શ્યામલાલ ગુપ્તાએ આપી હતી.

ક્યાં કારણે લાગી આગ?
સુરેશ શ્યામલાલ ગુપ્તાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગોરેગાંવ ફિલ્મ સિટીમાં ગુમ હૈ કિસીકે પ્યાર મેં ની શૂટિંગ ચાલી રહી હતી. જેમાં બાળકોનું શૂટ કરવામાં આવી રહ્યું હતું. સિલિન્ડર ફાટવાને લીધે ત્યાં આગ લાગી ગઈ હતી. અને આગ ઝડપભેર તેરી મેરી દુનિયાનાં સેટથી લઈને ભાડૂ મામાની સીરિયલનાં સેટ સુધી પહોંચી ગઈ. આસ-પાસ જેટલા સેટ લાગ્યાં હતાં તે બધામાં આગ લાગી રહી હતી. એક સેટ પર આશરે 200-300 લોકો હાજર હતાં.

ફાયરબ્રિગેડ એક કલાક પછી ઘટનાસ્થળ પર પહોંચી
તેમણે જણાવ્યું કે આગ 2 કારણોનાં લીધે લાગી હોઈ શકે છે. એક તો શોટ સર્કિટ થયું હોય કે પછી આગનું કોઈ સીન શૂટ થઈ રહ્યું હોય... તે જણાવે છે કે આ બેદરકારી દરવખતે થાય છે. સરકાર પાસેથી ઘણીવખત ફાયર સેફ્ટીની માગ કરવામાં આવી છે. તેના પર કોઈ સુનાવણી નથી કરવામાં આવી. આજે પણ ફાયરબ્રિગેડ એક કલાક પછી ઘટનાસ્થળ પર પહોંચી.

સંકળાયેલા મુદ્દાઓ

Television fire ghum hai kisike pyaar mein આગ સીરિયલ સેટ Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ