નિવેદન /
ડોભાલના કાશ્મીર વીડિયો પર આઝાદે કહ્યું, પૈસા દઇને તમે કોઇપણને સાથે લાવી શકો છો
Team VTV11:07 AM, 08 Aug 19
| Updated: 11:10 AM, 08 Aug 19
રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે રાષ્ટ્રીય સુરક્ષા સલાહર (NSA)ને લઇને બેજવાબદાર નિવેદન આપ્યું છે. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે અજીત ડોભાલના કાશ્મીર મુલાકાતને લઇને નિવેદન આપ્યું છે. કાશ્મીરી લોકો સાથે અજીત ડોભાલનો જમવા સાથેના વીડિયો પર પ્રતિક્રિયા આપતાં આઝાદે કહ્યું કે પૈસા દઇને તમે કોઇપણને સાથે લાવી શકો છો.
જમ્મૂ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા તેમજ ધારા 370ને હટાવવાનો કોંગ્રેસ પાર્ટી વિરોધ કરી રહી છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદની અધ્યક્ષતામાં આ વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ આજે શ્રીનગરની મુલાકાતે છે.
જ્યાં તેઓ કોંગ્રેસના નેતાઓ સાથે આ મામલે બેઠક કરી શકે છે. કાશ્મીરની મુલાકાત પહેલા ગુલામ નબી આઝાદે અજિત ડોભાલના વીડિયો પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે તમે કોઇને પણ પૈસા આપી પોતાની સાથે લાવી શકો છો.
ઉલ્લેખનીય છે કે બુધવારે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં NSA અજીત ડોભાલ શોપિયામાં કાશ્મીરની જનતા સાથે રોડ પર જમવાનું જમી રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે બુધવારના રોજ અજિત ડોભાલે લોકો સાથે મુલાકાત કરી હતી.
#WATCH Jammu and Kashmir: National Security Advisor Ajit Doval interacts with locals in Shopian, has lunch with them. pic.twitter.com/zPBNW1ZX9k
અજીત ડોભાલે કાશ્મીરની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. એટલું જ નહીં અજીત ડોભાલે કેટલીક જગ્યાઓ પર સીઆરપીએફ, પોલીસના જવાનોને સંબોધિત કર્યાં હતા. અજિત ડોભાલ પણ શ્રીનગરમાં છે જ્યાં સુરક્ષાની સમીક્ષા કરી રહ્યાં છે.
Ghulam Nabi Azad, Congress on video of National Security Advisor (NSA) Ajit Doval interacting with locals in Shopian yesterday: Paise dekar aap kisiko bhi saath le sakte ho. #JammuAndKashmirpic.twitter.com/h3amg96Qmu
ગુલામ નબી આઝાદે સરકાર પર આકરા પ્રહાર કર્યાં
પોતાના કાશ્મીર પ્રવાસ પર ગુલામ નબી આઝાદે કહ્યું કે તેઓ દરેક વખતે સંસદનું સત્ર પુરુ થયા બાદ ઘાટી જાય છે. આવામાં તેમણે કોઇપણ પ્રકારની મંજૂરી લીધી નથી. આઝાદે કહ્યું કે ભારતના ઇતિહાસમાં પહેલી વાર થયું છે કે જ્યારે તમે કોઇપણ રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધો હોય અને ત્યાં કર્ફ્યું લાગ્યો હોય. એનડીએ સરકારનો આ નિર્ણય ઘણો શરમજનક છે. તેમણે એક રાજ્યનું અસ્તિત્વ જ પુરુ કરી દીધું.